Bollywood/ પ્રિયંકા ચોપડાનું આવું ફોટોશૂટ ક્યારેય નહીં જોયું હોય, ચાહકો પણ વખાણ કરતા થાકતા નથી

પ્રિયંકા ચોપડાની નવી ફેશન સેન્સ સોશિયલ મીડિયા પર ચર્ચા બનાવી રહી છે. આ લાલ રંગના આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ખરેખર આ રેડ બોડીફિટ આઉટફિટ પ્રિયંકાએ તેના પતિ નિક જોનસના નવા મ્યુઝિક આલ્બમ ‘સ્પેસમેન’ માટે કેરી કર્યો હતો. આ ડ્રેસ લો રચ દ્વારા સ્ટાઇલ કર્યો છે. પ્રિયંકા આ બાલનસિઆગા આઉટફિટમાં ખૂબ જ […]

Photo Gallery

પ્રિયંકા ચોપડાની નવી ફેશન સેન્સ સોશિયલ મીડિયા પર ચર્ચા બનાવી રહી છે. આ લાલ રંગના આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ખરેખર આ રેડ બોડીફિટ આઉટફિટ પ્રિયંકાએ તેના પતિ નિક જોનસના નવા મ્યુઝિક આલ્બમ ‘સ્પેસમેન’ માટે કેરી કર્યો હતો. આ ડ્રેસ લો રચ દ્વારા સ્ટાઇલ કર્યો છે. પ્રિયંકા આ બાલનસિઆગા આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં પ્રિયંકા ખભાથી પગ સુધી લાલ વેલવેટના ડ્રેસમાં જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપડાએ આ મ્યૂઝિક લોન્ચ કરતા પહેલા ફોટોશૂટ પણ કરાવ્યું હતુ, જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

Priyanka Chopra Nick Jonas

ફોટા શેર કરતી વખતે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, ‘અભિનંદન, નિક … હું જાણું છું કે આ તમારા માટે કેટલું અંગત છે. આ આલ્બમ આર્ટનું એક ઉદાહરણ છે … અને તેમાંના મોટા ભાગનું … બેંગર! હું તને પ્રેમ કરું છુ ‘.

Priyanka Nick

પ્રિયંકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ફોટાઓનો કોલાજ પણ શેર કર્યો હતો, જેમાં તે અલગ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.