Bollywood/ પ્રિયંકા ચોપડાનું ખુલ્યું રાઝ, ક્વોરેન્ટાઇન દરમિયાન નવા ઘરમાં…

આ પુસ્તકમાં અભિનેત્રીએ તેના જીવનની સફર જણાવી છે. જો કે, તે દરમિયાન, તેમના પુસ્તકનાં કેટલાક પૃષ્ઠો સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયા છે.

Entertainment
a 86 પ્રિયંકા ચોપડાનું ખુલ્યું રાઝ, ક્વોરેન્ટાઇન દરમિયાન નવા ઘરમાં...

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હોલીવુડમાં પણ એક જાણીતું નામ બની ગઈ છે. તેની ઘણી હોલીવુડ ફિલ્મ્સ રિલીઝ થઈ ચુકી છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ તેની આગામી હોલીવુડ ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે પ્રિયંકા ચોપરાનું પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરાના નવા પુસ્તકનું નામ ‘અનફિનિસ્ડ’ છે. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેના જીવનની સફર જણાવી છે. જો કે, તે દરમિયાન, તેમના પુસ્તકનાં કેટલાક પૃષ્ઠો સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયા છે.

જેની તસવીરો તેણે તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તેમાં એક તસવીર એ પણ છે. જેમાં તે નિક જોનસ સાથે તેના નવા ઘરમાં પ્રવેશ કરતી જોવા મળી રહી છે. આ તસવીરની નીચે લખ્યું છે કે, ” ક્વોરન્ટીન દરમિયાન અમારા નવા ઘરમાં જવું ઘણું અસામાન્ય હતું. પરંતુ અમે તેને બેસ્ટ બનાવ્યું, ગૃહ પ્રવેશ સેરેમની સાથે.” આ સાથે તેની પુસ્તકમાંથી પ્રિયંકા ચોપરાના લગ્નની તસવીરો પણ બહાર આવી છે.

જો કે આ તસવીર નિક જોનસની ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવી છે. પરંતુ અભિનેત્રીએ પણ તેમના પુસ્તકના આ પાના શેર કર્યા અને લખ્યું, “નો સ્પોઇલર્સ પ્લીઝ”. લોકો પ્રિયંકા ચોપરાના ટ્વિટ પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ચાહકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ