ASSAM/ રાહુલ ગાંધી બાદ પ્રિયંકાએ આસામની છોકરીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આદિવાસી છોકરીઓ સાથે લખીમપુર વિસ્તારમાં પરંપરાગત ‘ઝુમ્મર’ ડાન્સમાં ભાગ લીધો હતો.

India
A 19 રાહુલ ગાંધી બાદ પ્રિયંકાએ આસામની છોકરીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આદિવાસી છોકરીઓ સાથે લખીમપુર વિસ્તારમાં પરંપરાગત ‘ઝુમ્મર’ ડાન્સમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાના ડાન્સનો વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. મીડિયા અને સુરક્ષા કર્મીઓ ઉપરાંત 49 વર્ષીય પ્રિયંકા, એક મોટી સંખ્યામાં ભીડથી ઘેરાયેલી જોવા મળી રહી છે. કિશોરીઓએ લાલ અને સફેદ સાડી પહેરી છે. પ્રિયંકાએ માસ્ક પહેર્યા વગર જ છોકરીઓ સાથે ડાન્સ કરી રહ્યા હતા.

આ વીડિયોમાં પ્રિયંકા જાંબલી રંગની સાડી માં જોવા મળી રહ્યા છે. તેમના ગળામાં પારંપરિક આસામનો સ્કાર્ફ જોવા મળી રહ્યો  છે. નોંધનીય છે કે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા કોંગ્રેસના પ્રચારની શરૂઆત કરવા માટે બે દિવસીય આસામના પ્રવાસ પર છે. જયારે ઉત્તર પૂર્વ રાજ્યમાં 27 માર્ચથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ પ્રવાસ દરમિયાન, પ્રિયંકા પ્રથમ વખત ગુવાહાટી  પહોંચ્યા હતા અને ત્યાંનાં પ્રખ્યાત કામખ્યા મંદિરમાં દર્શન કર્યા હતા. તેમના ફોટા પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યા છે.

ગુવાહાટીથી, પ્રિયંકા લખીમપુર જવા રવાના થયા, જ્યાં તેમણે પરંપરાગત ઝુમ્મર ડાન્સમાં ભાગ લીધો. એરપોર્ટ પર પ્રિયંકાનું પરંપરાગત બિહુ ડાન્સ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રિયંકાએ લખીમપુરથી રાજ્યમાં બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસનો વિરોધ શરૂ કર્યો હતો.