Priyanka Jawalkar Pics: પ્રિયંકા જવાલકર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તેણીએ 2017 માં ફિલ્મ ‘કાલા વર્મ આયે’ દ્વારા અભિનયની શરૂઆત કરી અને ‘ટેક્સીવાલા’, ‘થિમારુસુ’ અને ‘એસઆર કલ્યાણમંડપમ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. અભિનેત્રી તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સુંદરતા નજરે પડે છે.




બ્લેક કલરના બ્રેલેટ ટોપ અને સલવારમાં પ્રિયંકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પ્રિયંકા ‘મિલ્કી બ્યુટી’ છે, તેથી તે બ્લેક કલરના આઉટફિટ્સમાં એકદમ એલિગન્ટ લાગે છે. પ્રિયંકાએ તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી હતી, ‘કાશ બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ હોત!’
તસવીરમાં અભિનેત્રીની આંખો નશીલી દેખાઈ રહી છે અને બોલિવૂડની ભાગ્યે જ કોઈ અભિનેત્રી તેની સુંદરતા સામે ટક્કર આપી શકે! અભિનેત્રી મેકઅપ વિના વિખરાયેલા વાળમાં પણ અદ્ભુત લાગે છે. પ્રિયંકાના અંગત જીવન પર નજર કરીએ તો તેનો જન્મ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મરાઠી ભાષી પરિવારમાં થયો હતો. અભિનેત્રી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે અને ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા પણ ધરાવે છે. આ જ કારણ છે કે તેની ડ્રેસિંગ સેન્સ ઘણી સારી છે.
અભિનેત્રીની સોશિયલ મીડિયા તસવીરો જોયા બાદ જ તેને ફિલ્મો માટે અપ્રોચ કરવામાં આવી હતી. તેણીએ 2017માં સંપથ વી. કુમાર દ્વારા નિર્દેશિત તેલુગુ ભાષાની ફિલ્મ ‘કાલા વરમ આયે’થી અભિનયની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: Crime/ ‘100 કરોડ રૂપિયા આપો અને રાજ્યપાલ કે રાજ્યસભાના સભ્ય બનો’: સપનાં બતાવીને લોકોને છેતરતી ગેંગ CBIના હથ્થે
આ પણ વાંચો: NRI/ દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સાગા ભાઈઓ પર થયો હુમલો, એકનું મોત
આ પણ વાંચો: Myanmar/ ક્રૂરતાની હદ વટાવી, 4 લોકશાહી સમર્થકોને ફાંસી; 50 વર્ષમાં પ્રથમ વખત
