આદેશ/ દિવાળી પર બંગાળમાં ફટાકડા ફોડવા પર મનાઇ,હાઇકોર્ટે વેચાણ અને ઉપયોગ પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

રાજ્ય સરકારના આદેશને પડકારતાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

Top Stories India
DIWALI દિવાળી પર બંગાળમાં ફટાકડા ફોડવા પર મનાઇ,હાઇકોર્ટે વેચાણ અને ઉપયોગ પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં દિવાળી, કાલી પૂજા જેવા તહેવારોથી લઈને નવા વર્ષની ઉજવણી સુધી ફટાકડા ફોડવામાં આવશે નહીં. કોલકાતા હાઈકોર્ટે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ દિવાળી, કાલી પૂજા, છઠ પૂજા, નાતાલ અને નવા વર્ષ સુધી ચાલુ રહેશે. કોર્ટે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદ્યો છે.

 રાજ્ય સરકારે દિવાળી, કાળી પૂજા અને છઠ પર 2 કલાક અને ક્રિસમસ અને નવા વર્ષ પર 35 મિનિટ માટે ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી

રાજ્ય સરકારના આ આદેશને પડકારતાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, કોલકાતાના અગ્રણી ડોકટરો, પર્યાવરણીય નિષ્ણાતો, તબીબી સંગઠનોએ સીએમ મમતા બેનર્જીને પત્ર લખીને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

પશ્ચિમ બંગાળમાં એવા સમયે તહેવારોમાં છૂટછાટ સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જ્યારે કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે  કે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસને લઈને ચેતવણી પણ આપી છે. રાજ્યમાં ડોકટરોના સંગઠનના જનરલ સેક્રેટરી માનસ ગુમતાએ કહ્યું, “કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનને કારણે દુર્ગા પૂજા દરમિયાન ભારે નુકસાન થયું છે. કોલકાતા અને સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે.