Gandhinagar News/ રાજ્યમાં 139 હિસાબનીશને બઢતી, 109 ઇજનેરોની બદલીના આદેશ

ગુજરાતમાં હાલ બદલીનો દોર ચાલી રહ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં હાલ બદલીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં (Directorate of Accounts & Treasuries) બઢતી સાથે બદલી (Transfer) કરાઈ હતી. નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે. 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ મળ્યો છે. નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને બઢતી (Promotion) મળી છે, પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી મળી છે.

તો બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગે (Road and building department) અનેક જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરી છે.  વર્ગ 2ના 109 ઇજનેરોની બદલી કરાઈ છે.  મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલી કરાઈ છે. માહિતી મુજબ ઇજનેરોની જાહેર હિત અને સ્વ વિનંતીથી બદલી થઇ છે.

ઓગસ્ટ મહિનામાં ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાત સરકારના 2014 ની બેચના IAS બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં 36 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ અપાયા હતા. જેમાં એકસાથે 171 વેરા નિરીક્ષકોની તાત્કાલિક બદલીના આદેશો આપવામાં આવ્યા હતા. તે સિવાય ગાંધીનગર નાયબ અને સંયુક્ત વેરા અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજયમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:8 IPSની કરાઈ બદલી, રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP

આ પણ વાંચો:રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ