IND vs SA/ પુજારાએ બીજી ઇનિંગમાં કરી ધમાકેદાર બેટિંગ, શાર્દુલ ઠાકુરે કર્યા ખૂબ વખાણ

જોહાનિસબર્ગ ટેસ્ટ (IND vs SA) નાં બીજા દિવસે ભારતની બીજી ઇનિંગ દરમિયાન, ચેતેશ્વર પૂજારા એક અલગ શૈલીમાં જોવા મળ્યો હતો અને તેણે ખૂબ જ આક્રમક ઇરાદા સાથે બેટિંગ કરી હતી.

Sports
પુજારા બેટિંગ

જોહાનિસબર્ગ ટેસ્ટ (IND vs SA) નાં બીજા દિવસે ભારતની બીજી ઇનિંગ દરમિયાન, ચેતેશ્વર પૂજારા એક અલગ શૈલીમાં જોવા મળ્યો હતો અને તેણે ખૂબ જ આક્રમક ઇરાદા સાથે બેટિંગ કરી હતી. સામાન્ય રીતે ધીમી શરુઆતમાં વિશ્વાસ રાખનાર પુજારાએ સરળતાથી બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ઓસ્ટ્રેલિયન ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ટીમનાં ચાલાક બોલર ગણાતા શાર્દુલ ઠાકુરે પુજારાની આક્રમક બેટિંગ પર પ્રતિક્રિયા આપી છે. ઠાકુરનાં કહેવા પ્રમાણે, પુજારા સારો અહેસાસ કરી રહ્યા હતા અને તેમણે વિરોધી ખેલાડીઓની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવ્યો. આ સિવાય તેમણે ટીમ મેનેજમેન્ટ તરફથી પુજારાને કોઈ ચોક્કસ સંદેશ આપવામાં આવ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. જણાવી દઇએ કે, પુજારા આ સીરીઝમાં અત્યાર સુધી ખાસ કંઈ કરી શક્યો નથી અને બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તે 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારતે બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ તેના ઓપનરો ગુમાવી દીધા હતા પરંતુ પુજારાએ બીજા છેડેથી વળતો હુમલો કર્યો હતો અને માત્ર 42 બોલમાં 7 ચોક્કાની મદદથી અણનમ 35 રન બનાવી ભારતને લીડ અપાવી હતી. ભારતનાં ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે મંગળવારે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં શક્ય તેટલી મોટી લીડ લેવાની જરૂર છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ જોહાનિસબર્ગનાં વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે જેમાં ભારત પ્રથમ ઇનિંગમાં માત્ર 202 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને દક્ષિણ આફ્રિકાએ 229 રન બનાવ્યા હતા, જેમાં શાર્દુલ ઠાકુરે 7 વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતનાં અંતે ભારતે બે વિકેટનાં નુકસાને 85 રન બનાવી લીધા હતા અને તેની પાસે 58 રનની લીડ છે. જો જોવામાં આવે તો, આ મેચ હજુ પણ ઘણી બરાબરી પણ ટકી છે પરંતુ ભારતનાં કેમ્પમાં કંઈક ખોટું થતાં જ દક્ષિણ આફ્રિકા મેચ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી શકે છે. આવી સ્થિતિમાં, શાર્દુલ ઠાકુર સમજાવે છે કે ભારતીય ટીમને શક્ય તેટલી વધુ લીડ લેવાની જરૂર છે. શાર્દુલે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ માત્ર 7 વિકેટો જ નહીં પરંતુ ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો – covid19 / સિનેમાઘરોમાં કોરોનાનો હાહાકાર, મુંબઈમાં રાત્રે 8 વાગ્યા પછી શો નહીં ચાલે, નવી ફિલ્મોની રિલીઝ ડેટ પર ઉઠ્યો સવાલ!

બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પત્રકાર સાથે વાત કરતા શાર્દુલ ઠાકુરે કહ્યું, “હું મારા પ્રદર્શનથી ખુશ છું. હું ટીમ માટે શું કરી શકું છું તેનાથી હું હંમેશા ખુશ છું. શમી અને બુમરાહે વિપક્ષી બેટ્સમેન માટે સારું પ્રદર્શન કર્યું છે. બેટ્સમેનો પર દબાણ હતું અને મારું ધ્યાન વિકેટ લેવા પર હતું, આ રીતે અમે આયોજન કર્યું હતું. મેચની સ્થિતિ અત્યારે નાજુક છે અને અમે બને તેટલી વધુ લીડ લેવાનો પ્રયાસ કરીશું. છેલ્લા બે દિવસ આ પીચ પર બેટિંગ કરવી સરળ નથી. તેથી મોટી લીડ આપણા માટે વસ્તુઓ સરળ બનાવી શકે છે.”