Not Set/ આતંકીઓને આર્મીની ચેતવણી: કેટલાંય ગાઝી આવ્યાને ગયા,જો બંદુક ઉઠાવશો તો ઠાર મરાશો

  જમ્મુ પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પર મંગળવારે આર્મી,સીઆરપીએફ અને કાશ્મીર પોલિસના સીનીયર અધિકારીઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.આર્મીના લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને આતંકવાદીઓ ચેતવણી આપતાં કહ્યું કે જો તમે બંદુક ઉઠાવશો તો ઠાર મરાશો.બંદુક ઉઠાવનારને અમે છોડીશું નહીં.કાશ્મીરમાં જે ઘુસપેઠ કરવા પ્રયત્ન કરશે તે જીવતો પાછો નહીં જાય. પુલવામા હુમલા પર લેફ્ટનન્ટ જનરલ […]

Top Stories India

 

જમ્મુ

પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પર મંગળવારે આર્મી,સીઆરપીએફ અને કાશ્મીર પોલિસના સીનીયર અધિકારીઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.આર્મીના લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને આતંકવાદીઓ ચેતવણી આપતાં કહ્યું કે જો તમે બંદુક ઉઠાવશો તો ઠાર મરાશો.બંદુક ઉઠાવનારને અમે છોડીશું નહીં.કાશ્મીરમાં જે ઘુસપેઠ કરવા પ્રયત્ન કરશે તે જીવતો પાછો નહીં જાય.

પુલવામા હુમલા પર લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે.આ હુમલો કરાવનાર જૈશ એ મોહમ્મદ એ પાકિસ્તાની આર્મીનું બચ્ચુ છે.જૈશ એ મોહમ્મદને પાકિસ્તાની આર્મી અને આઇએસઆઇ કન્ટ્રોલ કરે છે.આ હુમલાનો માસ્ટર માઇન્ડ જૈશનો કમાંડર કામરાન હતો જેને અમે ઠાર કર્યો છે.કામરાન મુળ પાકિસ્તાનનો હતો.

પુલવામાના હુમલાના બીજા ત્રાસવાદી રાશીદ ગાઝીના મોત વિશે પુછતા લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લને કહ્યું હતું કે આવા તો કેટલાંય ગાઝી આવ્યાને ગયા..આ કોઇ ચિંતાનો વિષય નથી.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામાના હુમલા પછી ગઇકાલે સોમવારે ભારતના સુરક્ષાદળોએ મોટું ઓપરેશન કરીને 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આર્મીએ આતંકીઓને સરન્ડર કરવાની પણ ચેતવણી આપતાં કહ્યું કે અમે કાશ્મીરની માતાઓને અપીલ કરીએ છીએ કે તેમના સંતાનોને સરન્ડર કરાવે.

આર્મી અને પોલિસે પુલવામા હુમલાની કોઇ મહત્વની જાણકારી આપવાની મનાઇ કરતાં કહ્યું હતું કે હાલ તપાસ સંવેદનશીલ દિશામાં ચાલી રહી છે એટલે આ અંગે કોઇ માહીતી આપી શકાય તેવી નથી.

પુલવામા હુમલામાં વપરાયેલ આઇઇડી કોણે બનાવ્યું હતું ? આ એક્સપ્લોઝીવ ઘટનાસ્થળ સુધી કેવી રીતે આવ્યું હતું ? સીઆરપીએફના કાફલામાં જીપ કેવી રીતે ઘુસી ? હુમલો કરવામાં કેટલાં સ્થાનિકોએ  સપોર્ટ કર્યો હતો? વગેરે જેવા અનેક સવાલોના જવાબો આપવાની સુરક્ષા દળના ત્રણેય અધિકારીઓએ મનાઇ કરી હતી.

લેફ્ટન્ટ જનરલ ઢિલ્લને જમ્મુ કાશ્મીરના પત્થરબાજોને અપીલ કરતાં કહ્યું કે કોઇપણ નાગરિક એન્કાઉન્ટરના સ્થળની આજુબાજુ ના આવે નહીં તો તેમના પર પણ એક્શન લેવાઇ શકે છે.અમે નાગરિકોને હાનિ પહોંચાડવા નથી માંગતા પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું હોય ત્યારે તેમણે દુર રહેવું હિતાવહ છે.

પુલવામા હુમલો કરનાર આત્મઘાતી જીપ અંગે સીઆરપીએફના આઇજી ઝુલ્ફીકાર હસને જણાવ્યું કે જવાનોના કાફલાની વચ્ચે નીકળતા નાગરિકોના વાહનોને અટકાવવામાં આવશે.જ્યારે જવાનોનો મોટો કોન્વોય પસાર થતો હશે ત્યારે નાગરિકોને અગાઉથી જાણ કરીને તેમને પ્રવેશ નિષેધ કરાશે.અમે કાશ્મીરના યુવાનો માટે ખાસ 14411 હેલ્પલાઇન શરૂ કરી છે.દેશમાં કાશ્મીરના યુવાનોને કોઇપણ સમસ્યા હોય તો તે આ હેલ્પલાઇન પર મદદ માંગી શકે છે.