Bank/ આ બેંકમાં 12 પાસ માટે છે નોકરીની તક, કોઇપણ પરીક્ષા વગર થશે સિલેક્શન

બેંકમાં જોબનું સપનું જોનારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ વખતે પંજાબ નેશનલ બેંક 12 પાસ વિદ્યાર્થીઓ માટે જોબ ઓફર લઈને આવી છે. આ ભરતી માટે કોઈ વિશેષ લાયકાત અને પરીક્ષા આપવાની પણ જરૂર નથી. આ ભરતી દક્ષિણ વિસ્તારમાં બેંગ્લોર પશ્ચિમ, બેંગ્લોર પૂર્વ, સુરત, હરિયાણા, બાલાસોર અને ચેન્નઈમાં છે. દેશની જાહેર ક્ષેત્રની બીજી સૌથી […]

Business
pnb આ બેંકમાં 12 પાસ માટે છે નોકરીની તક, કોઇપણ પરીક્ષા વગર થશે સિલેક્શન

બેંકમાં જોબનું સપનું જોનારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ વખતે પંજાબ નેશનલ બેંક 12 પાસ વિદ્યાર્થીઓ માટે જોબ ઓફર લઈને આવી છે. આ ભરતી માટે કોઈ વિશેષ લાયકાત અને પરીક્ષા આપવાની પણ જરૂર નથી. આ ભરતી દક્ષિણ વિસ્તારમાં બેંગ્લોર પશ્ચિમ, બેંગ્લોર પૂર્વ, સુરત, હરિયાણા, બાલાસોર અને ચેન્નઈમાં છે.

દેશની જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી અગ્રણી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ આ વખતે વિશેષ ભરતી હાથ ધરી છે. દેશભરના લોકો આમાં અરજી કરી શકે છે. અરજી કરનારા યુવાનોને તેમના ક્ષેત્રમાં નોકરી અપાશે. જો તમે હજી સુધી આ ખાલી જગ્યા માટે અરજી કરી નથી, તો વહેલી તકે પંજાબ નેશનલ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરો.

Image result for bank job-pnb-announced-job-for-various-post

માત્ર 250 રુપિયામાં ખોલાવો ખાતું, દરરોજ 35 રુપિયાનું રોકાણ કરી મેળવો 5 લાખ રુપિયા

આ ખાલી જગ્યા હેઠળ, કુલ 152 જગ્યાઓ માટે ભરતી થશે. આમાં વિવિધ જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ્સ ભરવામાં આવશે. તેમાંથી ચેન્નઈ દક્ષિણ સર્કલમાં 20, બાલાસોર સર્કલમાં 19, બેંગ્લોર વેસ્ટ સર્કલમાં 18, બેંગ્લોર પૂર્વ સર્કલમાં 25, સુરત સર્કલમાં 10 અને હરિયાણા સર્કલમાં 19, હિસાર સર્કલમાં 19 અને રોહતકમાં 22 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, આ ખાલી જગ્યામાં અરજી કરવા માટે વિગતોના આધારે વ્યક્તિ 12મું ધોરણ પાસ હોવો જરૂરી છે. અંગ્રેજી વાંચવા અને લખવામાં પણ સમર્થ હોવો જોઇએ. ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. વધુ સંબંધિત માહિતી માટે, સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ શકો છો.

કેવી રીતે અરજી કરવી
આ ખાલી જગ્યા હેઠળ ઓફલાઇન મોડમાં એપ્લિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એપ્લિકેશન માટે, તમે તમારી નજીકની પંજાબ નેશનલ બેંકમાંથી એપ્લિકેશન ફોર્મ લઈ શકો છો. આમાં ફોર્મ ભરીને છેલ્લી તારીખ પહેલાં જમા કરાવવાની રહેશે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લી તારીખો નક્કી કરવામાં આવી છે. સંપૂર્ણ વિગતો વેબસાઇટ pnbindia.in પર જોઈ શકાય છે.