Arrest of Goldie Brar/ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં ધરપકડ

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારને કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

Top Stories India
Arrest of Goldie Brar

Arrest of Goldie Brar :  પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારને કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. જો કે કેલિફોર્નિયા તરફથી આ અંગે ભારત સરકારને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. તેના પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બ્રારને જણાવવામાં આવ્યું હતું, તેણે લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને મુસેવાલાની હત્યાનું સમગ્ર આયોજન કર્યું હતું અને પછી તેના શૂટર્સ દ્વારા હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં 34 લોકોને આરોપી બનાવ્યા છે.

સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો માનવામાં આવે છે. ગયા વર્ષે, પંજાબના ફરીદકોટ જિલ્લાની એક અદાલતે યુવા કોંગ્રેસના નેતા ગુરલાલ સિંહ પહેલવાનની હત્યાના સંબંધમાં ગોલ્ડી બ્રાર વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ગોલ્ડી બ્રાર 16થી વધુ ગુનાહિત કેસમાં વોન્ટેડ છે. તે ભારતથી કેનેડા ભાગી ગયો હતો.

તાજેતરમાં જ ઈન્ટરપોલે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ગોલ્ડી બ્રારે કેનેડામાં બેસીને સિદ્ધુ મુસેવાલાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્નોઈની નજીક છે. બંને કોલેજકાળથી સાથે છે. ગોલ્ડી બ્રાર પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું અને હથિયારોની દાણચોરીનો આરોપ છે.

પંજાબના શ્રી મુક્તસર સાહિબના રહેવાસી સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનો જન્મ 1994માં થયો હતો. તે વર્ષ 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ગોલ્ડીએ બી.એ.ની ડિગ્રી મેળવી છે. પંજાબ પોલીસના ડોઝિયરમાં તેની 5 અલગ-અલગ તસવીરો છે, તસવીરો જોઈને ખ્યાલ આવે છે કે તે પરિસ્થિતિ સાથે પોતાનો દેખાવ બદલી રહ્યો છે. ગોલ્ડી A+ કેટેગરીની ગેંગસ્ટર છે અને તેને કોર્ટ દ્વારા ઘોષિત અપરાધી જાહેર કરવામાં આવ્યો છે.

ગોલ્ડી બ્રાર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી જેવા ગંભીર કેસ નોંધાયેલા છે, પંજાબમાં ગોલ્ડી વિરુદ્ધ કુલ 16 કેસ નોંધાયેલા છે, જેમાં 4માં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કેનેડા ભાગી જતા પહેલા, ગોલ્ડીની ગુનાહિત પ્રવૃત્તિઓ પંજાબના ફિરોઝપુર અને શ્રી મુક્તસર સાહિબમાં ચરમસીમાએ હતી.

 

Osama Bin Laden/ ઓસામા શ્વાન પર રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કરતો હતો, લાદેનના પુત્રનો મોટો ખુલાસો