આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે સોમવારે કહ્યું હતું કે, કોઈ પણ અધિકારીની તેમની સાથે સંબંધિત કેસમાં ધરપકડ થવી જોઈએ નહીં કારણ કે કોઈએ કંઈપણ ખોટું કર્યું નથી.
ચિદમ્બરમ વતી, તેમના પરિવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ કરી છે. ચિદમ્બરમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે- મેં મારા પરિવારને મારા વતી ટ્વીટ કરવા વિનંતી કરી છે:
मैंने अपने परिवार से अनुरोध किया है कि वे मेरी ओर से ट्वीट करें: –
लोगों ने मुझसे पूछा है कि “यदि वो दर्जनों भर अधिकारी जिन्होंने मामले को आप तक पहुँचाया और सिफारिश की, गिरफ्तार नहीं किए गए तो आपको क्यों गिरफ्तार किया गया? सिर्फ इसलिए की आपने अंतिम हस्ताक्षर किया?"
— P. Chidambaram (@PChidambaram_IN) September 9, 2019
લોકોએ મને પૂછ્યું છે કે, “આ બાબતને મારી પાસે લાવનારા અને તેની ભલામણ કરનારા એક ડઝનથી વધુ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી નથી તો, તમારી શા માટે ધરપકડ કરવામાં આવી?” ફક્ત એટલા માટે કે તમે છેલ્લા સાઇન કર્યા? “
મારી પાસે કોઈ જવાબ નથી.
કોઈ પણ અધિકારીએ કંઇ ખોટું કર્યું નથી. હું નથી ઇચ્છતો કે કોઈની ધરપકડ કરવામાં આવે.
નોંધપાત્ર વાત એ છે કે ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
