વિધાનસભા પેટા ચૂટણીમાં ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જતા, ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટેનું ચીત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. અંતિમ તારીખે મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ૧૨ ઉમેદવારો અને ધારી વિધાનસભા બેઠકમાં ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
મોરબીમાં ૮ અપક્ષોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. જયારે ધારી બેઠકમાં એક જ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ હતુ. ફોર્મ પરત ખેંચાયા બાદ મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતિલાલ પટેલ, ઓલ ઇન્ડિયા મજલિસ -એ- ઇન્કલાબ- એ-મિલ્લતના ભટ્ટી હુસેન મહત્વના ઉમેદવારો રહ્યા છે. સાથે સાથે અબડાસા બેઠક પર પણ ઓલ ઇન્ડિયા મજલિસ -એ- ઇન્કલાબ- એ-મિલ્લત પોતાનાં ઉમેદવાર ઉતાર્યા છે.
મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં ૮ અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. માટે હવે ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૧૨ ઉમેદવારો વચ્ચે મોરબી પેટા ચૂંટણીનો જંગ ખેલાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એક સ્થાનિક પક્ષ તેમજ ૯ અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને આવ્યા છે.
ધારી વિધાનસભાની બેઠકમાં ભાજપ કોંગ્રેસ સહિત પ રાજકીય પક્ષો અને અપક્ષ મળીને કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.હાલમાં કુલ પ રાજકીય પક્ષો તેમજ ૭ અપક્ષ મળીને કુલ ૧૧ ઉમેદવારો મેદાનમાં છે. અપક્ષ ઉમેદવાર ચતુરભાઈ રુડાણીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
