pv sindhu/ પીવી સિંધુ લગ્નનાં તાંતણે બંધાઈ, ઉદેપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે ફેરા ફર્યા

લગ્ન પહેલા બંનેએ 14 ડિસેમ્બરે સગાઈ કરી હતી

Trending Sports

Sports News: ભારતીય બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુએ (P V Sindhu) ઉદેપુરમાં તેના મંગેતર વેંકટ દત્તા સાઈ (Venkata Datta Sai) સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ હાજરી આપી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્ન પહેલા બંનેએ 14 ડિસેમ્બરે સગાઈ કરી હતી, જેની માહિતી સિંધુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી હતી.

Image

લગ્નની પહેલી તસવીરો કોણે શેર કરી?

આ ભવ્ય લગ્નમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક જોવા મળી હતી. જોધપુરના સાંસદે તેમના સત્તાવાર ‘X’ હેન્ડલ પર લગ્નની પ્રથમ તસવીર શેર કરી. તેણે લખ્યું, “ગઈ સાંજે અમારી બેડમિન્ટન ચેમ્પિયન ઓલિમ્પિયન પીવી સિંધુ અને વેંકટ દત્તા સાઈના લગ્નમાં હાજરી આપી હતી અને તેઓને તેમના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.”

કોણ છે પીવી સિંધુના પતિ વેંકટ દત્તા સાઈ?

પીવી સિંધુના પતિ વેંકટ દત્તા સાઈ હૈદરાબાદમાં રહે છે અને પોસિડેક્સ ટેક્નોલોજીમાં વરિષ્ઠ પદ પર કામ કરે છે. તેમનો અનુભવ ફાયનાન્સ, ડેટા સાયન્સ અને એસેટ મેનેજમેન્ટનો છે. તેમના અને પીવી સિંધુના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને લોકો તેમના વિશે જાણવામાં રસ લઈ રહ્યા છે.

વેંકટ દત્તા સાંઈની કારકિર્દી પણ ક્રિકેટ સાથે જોડાયેલી રહી છે. તેણે પોતાની કારકિર્દી JSW કંપનીમાં ઈન્ટર્ન તરીકે શરૂ કરી અને બાદમાં ત્યાં કન્સલ્ટન્ટ બન્યા. આ સમય દરમિયાન, તેણે JSWની IPL ટીમ દિલ્હી કેપિટલ્સનો હવાલો પણ સંભાળ્યો. વેંકટે એક વખત કહ્યું હતું કે, “આઈપીએલ ટીમને મેનેજ કરવાના કામની સરખામણીમાં ફાયનાન્સ અને ઈકોનોમિક્સમાં મારો અભ્યાસ ઓછો લાગે છે, પરંતુ મેં તે બંનેમાંથી ઘણું શીખ્યું.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીવી સિંધુએ ફાઇનલમાં માલવિકા બંસોડને હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો

આ પણ વાંચો:પીવી સિંધુએ મેડલ હેટ્રિક ન નોંધાવી શક્યા પછી નિવૃત્તિ પર આપ્યું આ અપડેટ

આ પણ વાંચો:એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચી પીવી સિંધુ