Not Set/ રેસ-૩એ એક સપ્તાહમાં કરી ૨૫૫.૫૦ કરોડની કમાણી, હજી પણ સિનેમાઘરોમાં ફિલ્મની બોલબાલા

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની હિટ ફિલ્મોની યાદીમાં હવે રેસ-૩નુ નામ પણ જોડાઈ ગયુ છે. ફિલ્મને ભલે કેટલાક દર્શકો અને ક્રિટિક્સે પસંદ ન કરી હોય પરંતુ તેમ છતાં સલમાનની ગત ફિલ્મોની જેમ આ ફિલ્મે પણ કમાણી મામલે પાછીપાની કરી નથી. ફિલ્મ રેસ-૩એ પ્રથમ સપ્તાહમાં જ કમાણીનો મોટો આંકડો પાર કર્યો છે. રેસ-૩એ પ્રથમ સપ્તાહમાં વર્લ્ડવાઈડ કુલ […]

Entertainment
race 3 રેસ-૩એ એક સપ્તાહમાં કરી ૨૫૫.૫૦ કરોડની કમાણી, હજી પણ સિનેમાઘરોમાં ફિલ્મની બોલબાલા

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની હિટ ફિલ્મોની યાદીમાં હવે રેસ-૩નુ નામ પણ જોડાઈ ગયુ છે. ફિલ્મને ભલે કેટલાક દર્શકો અને ક્રિટિક્સે પસંદ ન કરી હોય પરંતુ તેમ છતાં સલમાનની ગત ફિલ્મોની જેમ આ ફિલ્મે પણ કમાણી મામલે પાછીપાની કરી નથી. ફિલ્મ રેસ-૩એ પ્રથમ સપ્તાહમાં જ કમાણીનો મોટો આંકડો પાર કર્યો છે. રેસ-૩એ પ્રથમ સપ્તાહમાં વર્લ્ડવાઈડ કુલ ૨૫૫.૫૨ કરોડ રુપિયાની કમાણી કરી છે, જ્યારે ભારતમાં આ ફિલ્મે ૧૪૮ કરોડથી વધુની કમાણી કરી છે.

બીજી બાજુ રેસ-૩એ પ્રથમ વિકેન્ડની કમાણી મામલે સલમાનની ગત ફિલ્મો બજરંગી-ભાઈજાન, સુલ્તાનને પણ પછાળી છે.

આપને જણાવી દઈએ કે, રેસ-૩ વર્ષ ૨૦૧૮ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. ફિલ્મે ઓપનિંગ ડેમાં ૨૯.૧૭ કરોડની કમાણી કરી હતી, જે ચાલુ વર્ષની રીલીઝ થયેલ ફિલ્મોમાં સૌથી વધુ કમાણી છે. આ ફિલ્મે પદ્માવત અને બાગી-૨ને પણ પછાડી દીધુ છે. આ ઉપરાંત વધુ એક રસપ્રદ વાત એ છે કે રેસ-૩એ રેસ ૨ની કુલ કમાણીની બરાબર કમાણી ઓપનિંગ વિકેંડ પર જ કરી લીધી છે.

રેસ-૩એ ફર્સ્ટ વીકેંડમાં ૧૦૬ કરોડની કમાણી કરી છે, જ્યારે રેસ-૨ની ઓલ ઓવર કમાણી ૧૦૦ કરોડની હતી.  ગત વર્ષોમાં ઈદ પ્રસંગે રીલીઝ થયેલ બજરંગી ભાઈજાન અને સુલ્તાને પ્રથમ ત્રણ દિવસમાં ક્રમશઃ ૧૦૨ કરોડ અને ૧૦૫ કરોડની કમાણી કરી હતી. જ્યારે રેસ-૩એ ૧૦૬ કરોડની કમાણી કરી છે.