Not Set/ રિયા ચક્રવર્તીની માતાએ કહ્યું –  ‘પરિવારને કર્યો બરબાદ, કેવી રીતે બહાર આવશે મારી દીકરી આ આઘાતમાંથી

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. એક મહિના પછી તે તેના પરિવાર સાથે છે. આટલા લાંબા સમય પછી, તેને જામીન મેળવવાથી ઘણા લોકો ખુશ થયા છે. બોલિવૂડનો એક વર્ગ ખુલ્લેઆમ આ નિર્ણયને આવકારી રહ્યો છે. દરેક જણ તેને ન્યાયની જીત કહી રહ્યા છે. હવે રિયા ચક્રવર્તીની માતાએ પણ તેની પ્રતિક્રિયા આપી છે. […]

Uncategorized Entertainment
eb4f5badfa34b364b6488ba86b3e14fb રિયા ચક્રવર્તીની માતાએ કહ્યું -  'પરિવારને કર્યો બરબાદ, કેવી રીતે બહાર આવશે મારી દીકરી આ આઘાતમાંથી

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. એક મહિના પછી તે તેના પરિવાર સાથે છે. આટલા લાંબા સમય પછી, તેને જામીન મેળવવાથી ઘણા લોકો ખુશ થયા છે. બોલિવૂડનો એક વર્ગ ખુલ્લેઆમ આ નિર્ણયને આવકારી રહ્યો છે. દરેક જણ તેને ન્યાયની જીત કહી રહ્યા છે. હવે રિયા ચક્રવર્તીની માતાએ પણ તેની પ્રતિક્રિયા આપી છે.

રિયાની માતા સંધ્યા ચક્રવર્તીએ જણાવ્યું કે, જેલવાસમાં મારી દીકરી પર શું વિતી હશે, શું તે આ આઘાતમાંથી બહાર આવી શકશે? મારી દીકરી ફાઈટર છે. જામીન મળ્યા બાદ રિયાના મિત્રો તેને લેવા માટે ભાયખલા જેલ પહોંચ્યા હતા અને તેને સાંતાક્રૂઝ સ્થિત ઘરે લઈને આવ્યા.  

રિયાની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી થોડો સમય ઘરે જ રહેશે, અને તેના પર જે વિત્યું છે તેના આઘાતમાંથી તે ધીરે-ધીરે બહાર આવશે. દીકરીને આ આઘાતમાંથી બહાર લાવવા માટે પોતે તેના માટે યોગ્ય સારવારની પણ વ્યવસ્થા કરશે,

જેથી તે સામાન્ય જીવન જીવવા ફરી માનસિક રીતે મજબૂત બની શકે. સંધ્યા ચક્રવર્તીએ એમ પણ કહ્યું હતું કે આ કાયદાકીય લડાઈ હજુ લાંબી ચાલવાની છે તે નક્કી છે, અને રિયાનો ફરી જેલમાં જવાની શક્યતા પણ છે જ. જોકે, હાલ તે જેલની બાહર આવી ગઈ છે, પરંતુ મામલો હજુ પત્યો નથી. મારો દીકરો હજુય જેલમાં જ છે, ત્યારે આવતીકાલે શું થશે તેની ચિંતા મને સતાવી રહી છે.

રિયાની માએ કહ્યું- મારા બાળકો જેલમાં છે અને હું બેડ પર સૂઈ નહોતી શકતી. હું જમી નહોતી શકતી. મને પોતાને પણ આપઘાત કરવાના વિચાર આવતા હતા. રાતોની રાત હું સૂઈ નહોતી શકતી. અડધી રાતે ઉઠી જતી હતી. મારો પરિવાર બરબાદ થઈ ગયો છે. મારે થેરાપી લેવી પડી અને પછી હું વિચારતી કે મારા બાળકો માટે મારે જીવવાનું છે. તેમણે કહ્યું કે મને મારી દીકરી પર ગર્વ છે. તેણે આટલું બધું સહન કર્યું અને તે ઘરે આવી ત્યારે તેણે મારી સામે જોઈને પૂછ્યું કે મા તું આટલી નિરાશ કેમ છે? આપણે મજબૂત બનવાનું છે, અને સાથે મળીને લડવાનું છે.

આપને જણાવી દઈએ કે,સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. જોકે, તેનો ભાઈ શૌવિક હજી પણ જેલમાં રહેશે. સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે બુધવારે એટલે કે આજે રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા અને દિપેશ સાવંતને જામીન આપ્યા હતા, પરંતુ શૌવિક ચક્રવર્તી અને અબ્દુલ બાસિતના પરિવારની જામીન અરજી નામંજૂર કરી હતી. આ બધાની સુશાંતની ડ્રગ્સના સંબંધમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ