Not Set/ ભારતનાં 15 કરોડથી વધુ લોકો આવશે ગરીબી રેખા નીચે : વર્લ્ડ બેંક

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે. માત્ર વિકાસશીલ દેશો જ નહીં પરંતુ વિકાસશીલ દેશો પણ કોરોના વાયરસથી પરેશાન છે, વર્લ્ડ બેંકે બુધવારે કહ્યું હતું કે, મહામારીને લીધે નાણાકીય વર્ષ 2020–21 માં ભારતીય અર્થવ્યવસ્થા 9.6 ટકા રહી શકે છે. આ પણ વાંચો – કોરોના મહામારી ફેલાવવા બદલ ચીનને ભારી કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પ બેંકનાં જણાવ્યા […]

Uncategorized
a38c10f356e4c5db081b0047a7aa2b92 ભારતનાં 15 કરોડથી વધુ લોકો આવશે ગરીબી રેખા નીચે : વર્લ્ડ બેંક

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે. માત્ર વિકાસશીલ દેશો જ નહીં પરંતુ વિકાસશીલ દેશો પણ કોરોના વાયરસથી પરેશાન છે, વર્લ્ડ બેંકે બુધવારે કહ્યું હતું કે, મહામારીને લીધે નાણાકીય વર્ષ 202021 માં ભારતીય અર્થવ્યવસ્થા 9.6 ટકા રહી શકે છે.

આ પણ વાંચો – કોરોના મહામારી ફેલાવવા બદલ ચીનને ભારી કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પ

બેંકનાં જણાવ્યા મુજબ, આ વર્ષે 1980 નાં આર્થિક સંકટ કરતા ઘણી ગંભીર સ્થિતિમાં છે, જ્યારે 1991 એ વર્ષ હતું જ્યારે ઘણા ફેરફારો શરૂ થયા હતા, બેંકે કહ્યું છે કે કોરોનાને લીધે, વિશ્વભરમાં બેકારી વધી છે, તો વળી બે દિવસ પહેલા એશિયન વિકાસ બેંક (એડીબી) એ પણ વર્તમાન નાણાકીય વર્ષ 202021 માં ભારતીય અર્થવ્યવસ્થામાં નવ ટકાનાં ઘટાડાની વાત કરી હતી. વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટ વધારે તીવ્ર બન્યું છે, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 2021 સુધીમાં ઓછામાં ઓછા 15 કરોડ લોકો કોરોનાને કારણે અત્યંત ગરીબ વર્ગમાં આવશે અને દક્ષિણ એશિયા તેની સૌથી ખરાબ મંદીનો સામનો કરવા માટે તૈયાર રહે. અર્થવ્યવસ્થા સંકોચાઈને 7.7 ટકા રહેવાની ધારણા છે.

આ પણ વાંચો – હાથરસ કેસમાં વળાંક, ચાર આરોપીઓએ જેલમાંથી પત્ર લખી પોતાને બતાવ્યા નિર્દોશ અને કહ્યુ…

આપને જણાવી દઈએ કે, કોરોનાને કારણે થયેલ લોકડાઉનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઇ છે, તે પહેલા જ વિશ્વ બેંકનાં મુખ્ય અર્થશાસ્ત્રી કાર્મેન રેનહાર્ટે કહ્યું હતું કે, જો તમામ દેશો લોકડાઉનની જોગવાઈઓને દૂર કરી દે છે, તો પરિસ્થિતિ પહેલાની જેમ આવવામાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. તેમના મતે, આ મંદીની અસર શ્રીમંત દેશોનાં ગરીબ પર વધુ પડશે, કારણ કે તેમા અસમાનતાઓ વધી જશે. જણાવી દઇએ કે, કોરોના વાયરસથી ભારતીય અર્થવ્યવસ્થાને સૌથી મોટું નુકસાન થયું છે. જ્યાં જીડીપીમાં 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો થયો છે. દક્ષિણ એશિયાનાં ક્ષેત્ર માટે વર્લ્ડ બેંકનાં મુખ્ય અર્થશાસ્ત્રી હૈંસ ટિમરએ જણાવ્યું હતું કે ભારતમાં સ્થિતિ પહેલા કરતા પણ વધુ ખરાબ છે, ટિમરે વધુમાં કહ્યું હતું કે ભારતને સૌથી વધુ પ્રોબ્લમ તેટલા માટે પણ થઇ રહી છે કારણ કે શરૂઆતમાં લગાવવામાં આવેલ લોકડાઉન બહુ જ કડક હતુ, જેના કારણે ત્રિમાસિક ગ્રોથ માઇનસ 25  ટકા જોવા મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.