Saurashtra News/ નરેશ પટેલને જયેશ રાદડિયાનો જવાબઃ સમય આવ્યે જવાબ આપીશ

સૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ચાલતુ શીતયુદ્ધ વકર્યુ છે.  હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ.

Gujarat Rajkot Breaking News

Jamnagar News: સૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ચાલતુ શીતયુદ્ધ વકર્યુ છે.  હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ.

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અંગે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે. જામનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. હું ઘરનો જ માણસ છું. ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી. બાકી સમય આવશે ત્યારે હું જવાબ આપીશ.

હાલમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. ઇફકોની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલના નિવેદનો ચર્ચામાં છે. ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે શીતયુદ્ધ વકર્યુ છે. આ સમયે એવી ચર્ચાઓ પણ ઉઠી હતી કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી. તેના જવાબમાં જયેશ રાદડિયાએ નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી.

થોડા દિવસો પહેલા વિવાદ વધતાં નરેશ પટેલે ખોડલધામ જયેશ રાદડિયા સાથે છે તેવું નિવેદન આપ્યું હતું. સાથે જ નરેશ પટેલે કોઈનું નામ લીધા વિના ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ તેવું સૂચન પણ કર્યું હતું. નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે ખોડલધામ તરફથી કોઈ રાગદ્વેષ રાખવામાં નથી આવતો, હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેષ નથી, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા