Raging in Medical College/ અમદાવાદની આ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના,જાણો રેગિંગ વિરોધી કાયદા વિશે

ગુજરાતમાં (GUJARAT) અવાર નવાર રેગિંગની ઘટના બનતી હોય છે કડક કાયદા બનાવ્યા હોવા છંતા પણ આવી ઘટના ઘટતી હોય છે.

Top Stories Gujarat
Raging in Medical College

અમદાવાદ: બી જે મેડિકલ કોલેજમાં રેગિંગ
ઓર્થો વિભાગના HODને લેખિતમાં ફરિયાદ
પીજીનાં વિધાર્થીએ કરી લેખિતમાં કરી ફરિયાદ
સિનિયર વિદ્યાર્થીઓ હેરાન કરતા હોવાની ફરિયાદ
સિનિયર ડોક્ટર સામે કડક પગલાં લેવાની માંગ

  Raging in Medical College; ગુજરાતમાં (GUJARAT) અવાર નવાર રેગિંગની ઘટના બનતી હોય છે કડક કાયદા બનાવ્યા હોવા છંતા પણ આવી ઘટના ઘટતી હોય છે. અમદાવાદથી(AHEMDABAD) રેગિંગ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાના લીધે એક વાત સ્પષ્ટ થાય છે કે રેગિંગ હજજુપણ કોલેજમાં થઇ રહ્યો છે. અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના ઘટી છે જેને લઇને ભારે હોબાળો મચી જવા પામ્યો છે. બી.જે.મેડિકલમાં રેગિંગની ઘટના ઘટતા પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની (Raging in Medical College )ઘટના સામે આવી છે, ઓર્થોપેડિક વિભાગના વિધાર્થીએ રેગિંગ મામલે લેખિતમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યોલ છે. સિનિયર વિધાર્થીઓ હેરાન કરી રહ્યા છે અને માનિસક ટોર્ચર કરી રહ્યા છે. આ મા્મલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ બી.જે મેડિકલ કોલેજના વિધાર્થીએ લેખિતમાં ફરિયાદ આવતા તંત્ર સફાળું જાગ્યું છે. આ અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું.

  ઉલ્લેખનીય છે કે રેગિગના (Raging in Medical College )ઇતિહાસ ની વાત કરીએ તો    ભારતની આઝાદીના સમય પહેલા અહી રેગિંગે પગ પેસારો કરી દીધો હતો. સૌથી પહેલા અંગ્રેજી માધ્યમોના સંસ્થાનોમાં રેગિંગનું ચલણ શરૂ થયું હતું. પરંતુ તે માત્ર નવા વિદ્યાર્થીઓના પરિચય પૂરતું સીમિત હતું.વિદ્યાર્થીઓના પરિચયથી શરૂ થતી રેગિંગએ 90ના દાયકામાં ભારતમાં પણ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જો આંકડાઓનું માનવમાં આવે તો 1997માં તામિલનાડુમાં સૌથી વધુ રેગિંગના મામલાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2001માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

   જો કોઈ વ્યક્તિ પર રેગિંગનો ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે સાથે સાથે IPC અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં કોઈ પણ કાર્યવાહી ન કરવા બદલ અથવા તો રેગિંગની ઘટનાને નજર અંદાજ કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પણ સજા થઈ શકે છે.અથવા તો આર્થિક દંડ થઈ શકે છે. કોલેજોમાં રેગિંગના વધતાં જતાં ભયાનાક કિસ્સાઓમાં UGCએ વિદ્યાર્થીઓના વ્યવહારને લઈને ઘણા સખત નિયામો બનાવ્યા છે. અને તેની અમલવારી ન થાય તો આકરી સજાઓની પણ જોગવાઇઓ કરી છે

રેગિંગ કોને કહી શકાય?

વિદ્યાર્થીના કુદરતી રંગ-રૂપ અથવા તો તેના પહેરવેશને લઈને તેના સ્વાભિમાનને ઠેંસ પહોચે તેવા વ્યવહાર કરવાને

કોઈ પણ વિદ્યાર્થીને તેના જન્મ સ્થળ, ભાષા કે તેના ધર્મ-જાતિને લઈને અપમાનિત કરવાને રેગિંગ કહેવાશે

વિદ્યાર્થીના ફેમિલી બેકગ્રાઉંડ પર ટિપ્પણી કરવી તેને પણ રેગિંગની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવશે

વિદ્યાર્થીની ઈચ્છા વિરુદ્ધ તેને પસંદ ન હોવા છતાં પણ કોઈ કામ કરવાનું દબાણ કરવું કે તે કરવા ફરજ પાડવી તે પણ રેગિંગ ગણાશે.

Data theft/AIIMS બાદ હેકર્સે આ વિભાગના સર્વરમાં મારી ઘૂસ! 3 કરોડથી વધુ ડેટાની ચોરી