Not Set/ રાહુલ ગાંધીએ આતંકવાદી હાફીઝ સઈદ અંગે પીએમ મોદી પર સાધ્યું નિશાન, જાણો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ અંગે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા પણ સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ દ્વારા જણાવ્યું, “નરેન્દ્રભાઈ વાત ના બની, આતંકનો માસ્ટર માઈન્ડ આઝાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતા લશ્કર ટેરર ફંડ અંગે […]

India
VBKRAHULGANDHI રાહુલ ગાંધીએ આતંકવાદી હાફીઝ સઈદ અંગે પીએમ મોદી પર સાધ્યું નિશાન, જાણો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ અંગે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા પણ સવાલો ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ દ્વારા જણાવ્યું, “નરેન્દ્રભાઈ વાત ના બની, આતંકનો માસ્ટર માઈન્ડ આઝાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતા લશ્કર ટેરર ફંડ અંગે પાક. સેનાને ક્લીન ચિટ આપી દીધી, ગળે લગાવવાની નીતિ કામ ન લાગી. જલ્દી જ બીજા કોઈને ગળે લગાવવાની જરુરત છે”.

મહત્વનું છે કે, શુકવારે પાકિસ્તાનની અદાલતે મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદને નજરકેદ માંથી મુક્ત કર્યો હતો અને ત્યારબાદ ભારત સાથે બીજા અનેક દેશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.