પ્રજાસત્તાક દિવસ/ અમર જવાન જ્યોતિનો ફોટો શેર કરી રાહુલ ગાંધીએ ભાજપ પર માર્યો ટોંણો

આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની અલગ-અલગ નેતાઓએ ટ્વિટર મારફતે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

Top Stories India
રાહુલ ગાંધી

આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની અલગ-અલગ નેતાઓએ ટ્વિટર મારફતે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. ત્યારે આ ખાસ દિવસને ધ્યાનમાં રાખતા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને દેશને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો – જાણવા જેવું / તિરંગા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જે વિશે તમામ ભારતીઓને હોવી જોઇએ જાણ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર અમર જવાન જ્યોતિનાં મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે, જેને હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સાથે જોડી દેવામાં આવ્યો છે. રાહુલે લખ્યું છે કે, 1950માં ગણતંત્ર દિવસ પર આપણા દેશે આત્મવિશ્વાસ સાથે સાચી દિશામાં પહેલું પગલું ભર્યું હતું. સત્ય અને સમાનતાનાં એ પ્રથમ પગલાને સલામ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. જય હિન્દ! આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ એ જ અમર જવાન જ્યોતિની તસવીર સાથે ટ્વીટ કર્યું છે, જેને 50 વર્ષ બાદ ઈન્ડિયા ગેટથી હટાવીને 400 મીટર દૂર નેશનલ વોર મેમોરિયલની જ્યોત સાથે વિલીન કરવામાં આવી હતી. આ પગલાની કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો સહિત ઘણા લોકોએ ટીકા કરી હતી. જણાવી દઇએ કે, આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘આ ખૂબ જ દુખની વાત છે કે આપણા બહાદુર સૈનિકો માટે જે અમર જ્યોત સળગતી હતી તે આજે બુઝાઈ જશે. તેમણે લખ્યું કે, કેટલાક લોકો દેશભક્તિ કે બલિદાનને સમજતા નથી. અમે અમારા સૈનિકો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતિને સળગાવીશું.

આ પણ વાંચો – UP Election / અમારું ગામ યોગીજીની સાથે છે, અહીં આવીને અન્ય પાર્ટીઓ પોતાનો સમય ન બગાડે

સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અમર જવાન જ્યોતિ ઓલવવામાં આવી રહી નથી અને ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી છે. સરકારનાં સૂત્રોએ કહ્યુ કે, અમર જવાન જ્યોતિને ઓલવવામાં આવી રહી નથી પણ તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) માં સળગી રહેલી જ્યોતિમાં ભેળવવામાં આવી રહ્યુ છે. અજીબ વાત છે કે અમર જવાન જ્યોતિની જ્યોતને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમણે 1971 અને અન્ય યુદ્ધોમાં પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ તેમના નામોમાંથી કોઈ ત્યાં હાજર નથી.”