Politics/ સરકાર-ટ્વિટરની લડાઈ વચ્ચે રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યુ- બ્લૂ ટિક માટે મોદી સરકાર લડી રહી છે પણ…

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી કેન્દ્રની વેક્સિનેશન નીતિ અંગે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. રવિવારે તેમણે કહ્યું કે, મોદી સરકાર બ્લુ ટિક માટે લડત ચલાવી રહી છે, જો તમારે કોવિડ વેક્સિન જોઈએ છે,

Top Stories India

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી કેન્દ્રની વેક્સિનેશન નીતિ અંગે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. રવિવારે તેમણે કહ્યું કે, મોદી સરકાર બ્લુ ટિક માટે લડત ચલાવી રહી છે, જો તમારે કોવિડ વેક્સિન જોઈએ છે, તો આત્મનિર્ભર બનો. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

રાજકારણ / ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની યોજાઈ ખાનગી બેઠક, અનેક તર્કવિતર્ક સર્જાયા

આપને જણાવી દઇએ કે, નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે, શનિવારે ટ્વિટર દ્વારા વાઇસ પ્રેસિડેન્ટ એમ.વેંકૈયા નાયડુનાં એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને દૂર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સરકારે તેના પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. સરકારની આ પ્રતિક્રિયા પછી, ભારત ટ્વિટરે પોતાની ભૂલ સ્વીકારીને વાઇસ પ્રેસિડેન્ટનાં એકાઉન્ટ પર બ્લૂ ટિક ફરીથી લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું છે કે, “મોદી સરકાર બ્લૂ ટિક માટે લડી રહી છે – જો તમારે કોવિડ રસી જોઈએ છે, તો આત્મનિર્ભર બનો!” આ સાથે, તેમણે #Priorities નો પણ ઉપયોગ કર્યો. આપને જણાવી દઈએ કે, શનિવારે દેશનાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુનાં એકાઉન્ટનાં અનવેરિફાઇડ કર્યા બાદ ફરીથી વેરિફાઇડ કરી દીધુ હતુ. સરકારની નારાજગી બાદ, ટ્વિટરે તેને આ ભૂલ તરીકે સ્વીકારીને આ પગલું ભર્યું. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ દેશનાં બીજુ સર્વોચ્ચ બંધારણીય પદ છે. બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓ કોઈપણ પક્ષનો ભાગ નથી. તેથી જ સરકાર ટ્વિટરનાં આ કૃત્યને બંધારણીય અનાદરનાં દૃષ્ટિકોણથી જુએ છે.

એલિયન સ્પેસક્રાફ્ટ / ચીનનાં આકાશમાં જોવા મળ્યા UFO, સેનાએ ટ્રેક કરવા લગાવી ટ્રેકિંગ સિસ્ટમ

વળી, ભારત ટ્વિટર આ મામલે કહે છે કે લાંબા સમયથી એકાઉન્ટ લોગ ઇન ન થવાના કારણે આવું બન્યું છે, પરંતુ સરકારનાં કડક વલણ પછી, બ્લ્યૂ ટિક (બ્લુ બેજ) ના વ્યક્તિગત ટ્વિટર એકાઉન્ટ પર ઉપરાષ્ટ્રપતિ પરત ફર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સિવાય આરએસએસનાં વડા મોહન ભાગવતનું એકાઉન્ટને પણ અનવેરિફાઇડ કર્યાનાં થોડા સમય બાદ વેરિફાઇડ કરવામાં આવ્યુ હતુ.