Political/ પુલવામા હુમલાને લઇને રાહુલનો PM મોદીને સવાલ, શું મળશે તેમને જવાબ?

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા દેશનાં વીર જવાનોને યાદ કરીને આજે પણ આપણી આંખમાંથી પાણી આવી જાય છે.

India
PICTURE 4 217 પુલવામા હુમલાને લઇને રાહુલનો PM મોદીને સવાલ, શું મળશે તેમને જવાબ?

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા દેશનાં વીર જવાનોને યાદ કરીને આજે પણ આપણી આંખમાંથી પાણી આવી જાય છે. જો કે દેશમાં આ મામલે ઘણીવાર ચર્ચાઓ થઇ ચુકી, આ મુદ્દે સરકારને ઘણા સવાલો પૂછવામા આવ્યા પણ જવાબ મળવા આજે પણ જાણે મુશ્કેલ જ છે. આ વચ્ચે રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આક્રમક થઇ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 નાં રોજ થયેલા આતંકી હુમલા માટે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરી ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડા પ્રધાન મોદી ગુપ્તચર સુચનાઓને અવગણી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા અને પુલવામામાં આપણા જવાનોને મરવા માટે છોડી દીધા હતા. કોંગ્રેસ નેતાએ પૂછ્યું, વડા પ્રધાન મોદી જણાવે કે ગુપ્ચચર સુચનાઓની કેમ અવગણવામાં આવી? નોંધપાત્ર વાત એ છે કે બે વર્ષ પહેલા પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થયા હતા.

કૃષિ આંદોલન / તેંડુલકર અને લતા મંગેશકરના ટ્વીટ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ લીધો યુ-ટર્ન

Crime / ફ્લેટ પર બોલાવી યુવતીને, યુવકે તરત જ અંદર ખેંચીને સ્પર્શ કરવા લાગ્યો, બાદમાં કપડા ફાડ્યા અને બાલ્કનીમાંથી ફેંકી દીધી…

ISRO / પ્રથમ વખત અતરીક્ષમાં ભગવદ્ ગીતા અને PM મોદી સાથે 25 હજાર લોકોના નામ જશે, 28મી ISRO લોન્ચ કરશે સેટેલાઈટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ