સુવિધા/ દેશના છ હજારથી વધુ સ્ટેશનો પર મુસાફરોને મળશે નિ:શુલ્ક ઇન્ટરનેટ સુવિધા !

મુસાફરોને દેશભરના 6,021 સ્ટેશનો પર નિ:શુલ્ક વાઇ-ફાઇ સેવા મેળવી શકશે. રેલ્વેએ ફક્ત પાંચ વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. રેલ્વેએ જાન્યુઆરી 2016 માં મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી નિ:શુલ્ક વાઇ-ફાઇ સુવિધા શરૂ કરી હતી.

Top Stories India
લીંબુ મરચા 10 દેશના છ હજારથી વધુ સ્ટેશનો પર મુસાફરોને મળશે નિ:શુલ્ક ઇન્ટરનેટ સુવિધા !

ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધા માટે દેશના ઘણા સ્ટેશનો પર નિ:શુલ્ક ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. હવે મુસાફરોને દેશભરના 6,021 સ્ટેશનો પર નિ:શુલ્ક વાઇ-ફાઇ સેવા મેળવી શકશે. રેલ્વેએ ફક્ત પાંચ વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. રેલ્વેએ જાન્યુઆરી 2016 માં મુંબઇ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી નિ:શુલ્ક વાઇ-ફાઇ સુવિધા શરૂ કરી હતી.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે, Wi-Fi લોકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેની ખાઈ ને ઝડપથી પૂરી રહ્યું છે. વિશ્વ Wi-Fi દિન પર, મને એ વાતની ખુશી થાય છે કે શ્રીનગર અને કાશ્મીર ખીણમાં 14 સ્ટેશનો દેશના 6000 થી વધુ સ્ટેશનોને જોડતા વિશ્વના સૌથી મોટા એકીકૃત જાહેર વાઇફાઇ નેટવર્કમાંનો એક ભાગ બન્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ સાથે હવે ખીણના તમામ સ્ટેશનો પર જાહેર વાઇ-ફાઇ ઉપલબ્ધ થયુ છે. ડિજિટલ ઇન્ડિયા મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે અને વંચિત લોકોને ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડાવામાં સક્ષમ બનશે. હું ભારતીય રેલ્વે અને ટીમના વખાણ કરું છું, જેમણે આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અથાક મહેનત કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે, કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત, ભારતીય રેલ્વે તેના મુસાફરો અને સામાન્ય લોકોને ડિજિટલ સિસ્ટમથી જોડવા માટે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધાનો વિસ્તાર કરી રહી છે.

રેલટેલને  વાઇ-ફાઇની જવાબદારી સોંપી છે

રેલ્વે મંત્રાલયે તમામ રેલ્વે સ્ટેશનો પર વાઈ-ફાઇ પૂરી પાડવાની કામગીરી રેલટેલને સોંપી છે. રેલટેલની સાર્વજનિક વાઇ-ફાઇ રેલવાયરના બ્રાન્ડ નામ હેઠળ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. રેલટેલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પુનીત ચાવલાના જણાવ્યા મુજબ, આ નેટવર્કને સ્થાપિત કરવા અને તેનું મુદ્રીકરણ કરવા માટે રેલટેલે નોંધપાત્ર પ્રમાણમાં કેપેક્સનું રોકાણ કર્યું છે, અમે બધા વાઇ-ફાઇ સક્ષમ સ્ટેશનો પર  વાઇફાઇ યોજનાઓ રજૂ કરી છે. 1 એમબીપીએસ સ્પીડના 30 મિનિટ મફત ઉપયોગ પછી, વપરાશકર્તાને નજીવા ચાર્જ પર હાઇ સ્પીડ વાઇ-ફાઇ માટે પ્રિપેઇડ યોજના ખરીદવી પડશે. અમે જાહેરાત આધારિત આવક દ્વારા નેટવર્કનું મુદ્રીકરણ પણ કરીશું, જેના માટે અમે ટૂંક સમયમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઈ) ને આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ.

જમ્મુ કાશ્મીરના આ સ્ટેશનો પર ઉપલબ્ધ

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે કાશ્મીરના તમામ 15 સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ છે. તેમાં બારામુલ્લા, હમરે, પટ્ટન, મજહોમ, બડગામ, શ્રીનગર, પમ્પોર, કાકાપોરા, અવંતિપોરા, પાંઝગામ, બીજબેહરા, અનંતનાગ, સદુરા, કાઝીગુંડ અને બાનિહાલનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો કાશ્મીરના ચાર જિલ્લા મથક શ્રીનગર, બડગાંવ, બાનીહાલ અને કાઝીગુંડમાં આવેલા છે.