AHMEDABAD NEWS/ એશિયાટિક સિંહોના અકાળે મોતને લઈ રેલ્વે-વનવિભાગે સંયુક્ત સમિતિ રચી

એશિયાટિક સિંહોના અકાળે મોત અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટે રેલવે વિભાગ પાસે આ અંગે ખુલાસો માંગ્યો છે. રેલ્વે વિભાગે આ અંગે વિશેષ કમિટીની રચના કરી હોવાની ગુજરાત હાઇકોર્ટને જાણ કરી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 12 2 એશિયાટિક સિંહોના અકાળે મોતને લઈ રેલ્વે-વનવિભાગે સંયુક્ત સમિતિ રચી

Ahmedabad News: એશિયાટિક સિંહોના અકાળે મોત અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટે રેલવે વિભાગ પાસે આ અંગે ખુલાસો માંગ્યો છે. રેલ્વે વિભાગે આ અંગે વિશેષ કમિટીની રચના કરી હોવાની ગુજરાત હાઇકોર્ટને જાણ કરી છે.

રેલ્વે વિભાગે દસ સભ્યોની કમિટી બનાવી છે. તેમા ફોરેસ્ટ અને રેલ્વે વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. કમિટીની ત્રણ બેઠક પણ મળી હોવાની જાણ ગુજરાત હાઇકોર્ટને કરવામાં આવી છે. વનવિભાગ તરફથી એડિશનલ એડવોકેટ જનરલે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો છે. તપાસ અને જવાબદારી નક્કી કરવા અંગે બે અઠવાડિયામાં જાણકારી આપવાની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પિટિશન હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના અકાળે મોત થવાના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે ટ્રેન નીચે આવી જવાના કારણે સિંહોના મોત મામલે રેલ વિભાગ સામે પણ લાલ આંખ કરી હતી.

છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા છે જેમા 32 સિંહોના આકસ્મિક મોત થયા હતા. કહેવાય છે કે, એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે. આ સિવાય જો દુનિયાની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં પણ સિંહો છે. કોર્ટે સિંહોના મોત મામલે રેલ વિભાગ વિરુદ્ધ લાલ આંખ કરી હતી. કોર્ટે રેલ વિભાગ પાસે જવાબ માંગ્યો હતો કે સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે તમે શું વિચાર કરી રહ્યા છો, તે વિશે સોગંદનામું દાખલ કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ

આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી

આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ