Gandhinagar News: આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બેચરાજી, મહેસાણા, ખેડબ્રહ્મા અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તેની સાથે મધ્ય ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

અન્ય એક હવામાન જાણકારના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડવાનો નથી. 17-18 ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે, જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે.

16મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રિય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
આમ 16 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
