Not Set/ ગુજરાતમાં વરસાદી આફત હજુ ટળી નથી, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદે એક તરફ ખુશી તો બીજી તરફ દુખી કર્યા છે. ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા શહેરોમાં પાણીનો ભરાવો થયો છે. થોડા દિવસો પહેલા જ વડોદરામાં વરસાદે પોતાનો કહેર બતાવ્યો હતો. બાદમાં રાજકોટ અને ખંબાતમાં પણ ભારે વરસાદથી જગ્યા-જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. જો કે ખંભાતમાં પાણીનો ભરાવો ઓછો થયો હતો. વરસાદનાં કારણે ઘણા રસ્તાઓને […]

Gujarat Vadodara
ગુજરાતમાં વરસાદી આફત હજુ ટળી નથી, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદે એક તરફ ખુશી તો બીજી તરફ દુખી કર્યા છે. ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા શહેરોમાં પાણીનો ભરાવો થયો છે. થોડા દિવસો પહેલા જ વડોદરામાં વરસાદે પોતાનો કહેર બતાવ્યો હતો. બાદમાં રાજકોટ અને ખંબાતમાં પણ ભારે વરસાદથી જગ્યા-જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. જો કે ખંભાતમાં પાણીનો ભરાવો ઓછો થયો હતો. વરસાદનાં કારણે ઘણા રસ્તાઓને સાવચેતીનાં પગલે બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની માનીએ તો ગુજરાતમાંથી વરસાદી આફત હજુ સંપૂર્ણ રીતે ટળી નથી.

આપને જણાવી દઇએ કે, ભારે વરસાદનાં કારણે નવસારી-બારોડીલ સ્ટેટ હાઇવે, સુરત-નવસારી સ્ટેટ હાઇવે, નવસારી-ગણદેવી સ્ટેટ હાઇવે, અમલસાડ-સુરીબુજરંગ સ્ટેટ હાઇવે, રાનવેરી-ખુર્દ, રાનકુવા- રાનવરીકલ્લા, દાંડી-મટવાડ રોડને બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદનાં આગમનથી પાણીની જે ઘટ હતી તે સમસ્યા દૂર થઇ ગઇ છે. જો કે ઘણા વિસ્તારોમાં વરસાદ સામાન્યથી વધારે પડવાને કારણે જળભરાવની સમસ્યા સામે આવી છે. આપને જણાવી દઇએ કે, ભારે વરસાદનાં કારણે ઘણા રસ્તાઓનું ધોવાણ થઇ રહ્યુ છે. જેના કારણે ઘણા રસ્તા-હાઇવે ને બંધ કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતા પાંચ દિવસ હજુ ભારે વરસાદ પડશે. ગુજરાતમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. જળભરાવનાં કારણે કોઇ અનહોની ન થાય તે માટે તંત્રએ ઘણા ધોવાઇ ગયેલા રસ્તાઓને બંધ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.