Not Set/ જૂનાગઢ: પીએમના કાર્યક્રમ સ્થળે ધોધમાર વરસાદ, કાર્યક્રમ રદ થાય તેવી શક્યતા

જૂનાગઢ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જૂનાગઢની પણ મુલાકાત લેશે. ત્યારે હવે જૂનાગઢમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢમાં કાર્યક્રમા સ્થળે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસદાના કારણે કાર્યક્રમ સ્થળે પાણી ભરાયા હતા..પાણીભરાઇ જતા પીએમ કાર્યક્રમ રદ થયા તેવી શક્યતા છે. 23ના રોજ બપોરના બે કલાકને પાંચ […]

Top Stories Gujarat Others Trending

જૂનાગઢ

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જૂનાગઢની પણ મુલાકાત લેશે. ત્યારે હવે જૂનાગઢમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢમાં કાર્યક્રમા સ્થળે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસદાના કારણે કાર્યક્રમ સ્થળે પાણી ભરાયા હતા..પાણીભરાઇ જતા પીએમ કાર્યક્રમ રદ થયા તેવી શક્યતા છે.

23ના રોજ બપોરના બે કલાકને પાંચ મિનિટે જૂનાગઢ આવશે. ત્યાં પીટીસી ગ્રાઉન્ડ ખાતે ચાર હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાનના કાફલાના ત્રણ અને મુખ્યમંત્રીનું એક હેલિકોપ્ટર ઉતરશે. નરેન્દ્ર મોદી જ્યારથી સંઘ પ્રચારક હતા ત્યારથી લઇને તેમનો નાતો જૂનાગઢ સાથે અતૂટ છે. તેઓ 2001થી લઇને અત્યાર સુધી 22 વખત જૂનાગઢની મુલાકાત લીધી હતી. આજે તેમની 23મી વખત મુલાકાત છે.