Bhavnagar Police/ પાલિતાણામાં નરાધમોએ દીકરીની લૂંટી આબરૂ

ભાવનગર જીલ્લાના પાલિતાણા શહેરમાં સોનગઢ રોડ પર ફાટક પાસે…….

Gujarat

Bhavnagar News: સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. દિનપ્રતિદિન દુ્ષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, આવી ઘટના બાદ માતાપિતાનું, પ્રિયજનનું કાળજું કંપી ઉઠે છે. ત્યારે ભાવનગર જીલ્લામાં પાલિતાણામાં વધુ એક દીકરીની આબરૂ લૂંટાતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર જીલ્લાના પાલિતાણામાં (Palitana) 12 વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ (Gangrape) આચરતા ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

દિનપ્રતિદિન દીકરીઓ સાથે છેડતી, દુષ્કર્મ જેવા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યથી ન જાણે કેટલીય દીકરીઓ, મહિલાઓ લોકો ભોગ બનતી હોય છે. ભાવનગર જીલ્લાના પાલિતાણા શહેરમાં સોનગઢ રોડ પર ફાટક પાસે 12 વર્ષની ફૂલ જેવી બાળા સાથે સામુહિક બળાત્કાર કરતા ચકચાર મચી ગઈ છે.  પાલિતાણા પોલીસે આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.

લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતીનું અપહરણ કરી ગૌરવ જીતુભાઇ પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ કરાઇ છે.

પાલિતાણા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે પાલિતાણામાં યુવતીને સમઢીયાળાના બસ સ્ટેશને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ સિડસરના યુવાને 16 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. યુવતીના કુટુંબે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવક સામે પોક્સોનો ગુનો નોંધાયો હોવાથી તેની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજી સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો, શહેરમાં લાગ્યાં પોસ્ટરો

આ પણ વાંચો:સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના, રાજ્યમાં નવરાત્રિમાં ગેંગરેપનો બીજો બનાવ

આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું