Madhyapradesh News/ રાજા રઘુવંશીના મૃત્યુ અને તેમની પત્નીના ગુમ થવાનો કેસ : CM મોહન યાદવે અમિત શાહને CBI તપાસની વિનંતી કરી

રઘુવંશી સમુદાયનું એક પ્રતિનિધિમંડળ પણ શિવરાજ સિંહ ચૌહાણને મળવા પહોંચ્યું હતું

India

Madhyapradesh News : રાજા રઘુવંશી કેસમાં મધ્યપ્રદેશના CM મોહન યાદવે અમિત શાહને CBI તપાસની વિનંતી કરી છે. તે સિવાય મેઘાલયના M સાથે પણ વાત કરી છે. આ કેસની વિગત મુજબ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના રહેવાસી રાજા રઘુવંશીના મૃત્યુ અને તેમની પત્નીના ગુમ થવાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે  આ દંપતી ઇન્દોરથી મેઘાલય ફરવા માટે ગયા હતા. બીજીતરફ તેમના ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો.  આ કેસમાં ઘણી તપાસ બાદ, ગુમ થયેલા યુવક રાજા રઘુવંશીનો મૃતદેહ આખરે ખાડામાંથી મળી આવ્યો.

તે જ સમયે, તેમની પત્ની સોનમ રઘુવંશીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સીએમ મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. તેમણે X પર લખ્યું છે કે, “સંકટની આ ઘડીમાં મધ્યપ્રદેશ સોનમ રઘુવંશીના પરિવાર સાથે ઉભું છે. મેં મેઘાલયના મુખ્યમંત્રી સાથે આ અંગે ચર્ચા કરી છે. મધ્યપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મેઘાલયના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. મેં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીને આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. સોનમ રઘુવંશીની સુરક્ષિત વાપસી માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

“તમને જણાવી દઈએ કે આ પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુમ થયેલા સોનમના ભાઈ સાથે વાત કરી હતી. આ પછી તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ચર્ચા કરી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે શિલોંગમાં સોનમના ભાઈ ગોવિંદ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને સુરક્ષાની ખાતરી આપી હતી. રઘુવંશી સમુદાયનું એક પ્રતિનિધિમંડળ પણ શિવરાજ સિંહ ચૌહાણને મળવા પહોંચ્યું હતું. આ દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ કેસ સીબીઆઈને સોંપવા અંગે પણ વાત થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ, કપિલ સિબ્બલે કહ્યું- મામલો સમગ્ર વકફ મિલકતોના કબજાનો છે…

આ પણ વાંચો:વકફ એક્ટ પર રોક ન લગાવો અને… તુષાર મહેતાએ મજબૂત દલીલ આપી, CJI એ કહ્યું- ઠીક છે, ખબર છે શું થયું?

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે વકફ એક્ટ પર મહત્વપૂર્ણ સુનાવણી, કાયદાને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ