Not Set/ એસીબીના દરોડા, મહિલા એએસઆઈ સહીત ૩ લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

રંગીલા રાજકોટમાં મહિલા એએસઆઈ લાંચ લેતા ઝડપાયાની વાત બહાર આવી છે. આપને જણાવી દઈએ કે એસીબી એ રુશ્વત લેતા મહિલા એએસઆઈ સહીત ૩ લોકોને રંગે હાથ પકડ્યા છે. યુનિવર્સિટી પોલીસ મથકમાં જ મહિલા એએસઆઇ(ભાવનાબેન લાલજીભાઇ સંતોકી), તેના રાઇટર (પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ મેરામભાઇ ગજીયા) અને વચેટીયા એવા પોલીસ મથક બહાર ચા વાળા(બિજલ દેવશીભાઇ ગમારા) ને એસીબીએ […]

Top Stories Rajkot Gujarat
lanch rushvat એસીબીના દરોડા, મહિલા એએસઆઈ સહીત ૩ લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

રંગીલા રાજકોટમાં મહિલા એએસઆઈ લાંચ લેતા ઝડપાયાની વાત બહાર આવી છે. આપને જણાવી દઈએ કે એસીબી એ રુશ્વત લેતા મહિલા એએસઆઈ સહીત ૩ લોકોને રંગે હાથ પકડ્યા છે.

યુનિવર્સિટી પોલીસ મથકમાં જ મહિલા એએસઆઇ(ભાવનાબેન લાલજીભાઇ સંતોકી), તેના રાઇટર (પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ મેરામભાઇ ગજીયા) અને વચેટીયા એવા પોલીસ મથક બહાર ચા વાળા(બિજલ દેવશીભાઇ ગમારા) ને એસીબીએ લાંચ-રુશ્વત લેવાની ટ્રેપમાં ઝડપી લેતાં પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

lanch rushvat kjgkjhg 1 એસીબીના દરોડા, મહિલા એએસઆઈ સહીત ૩ લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

વાત એમ છે કે મહિલાએ તેના પતિ વિરૂધ્ધ થયેલી પૈસાની લેતી દેતીની અરજી કરી હતી. આ અરજીની તપાસ એએસઆઇ ભાવનાબેન સંતોકી તથા રાઇટર ગોવિંદભાઇ ગજીયાને સોંપાઇ હતી. આ બાબતમાં મહીલા પોલીસ અધિકારી દ્વારા બન્ને પક્ષો તરફથી બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું. આવી રીતે મુદ્દો શાંત પડ્યો હતો પરંતુ મહિલા પોલીસ એએસઆઈ અધિકારી ભાવનાબેન લાલજીભાઇ સંતોકી દ્વારા કરવામાં આવેલા સમાધાન બાદ તેમણે દંપતી પાસેથી એક લાખની લાંચ માગી હતી.

 

સુત્રો મુજબ સમાચાર આવી રહ્યા છે કે સમાધાન બાદ મહિલા એએસઆઈ એ બંને દંપતીને જણાવ્યું હતું કે, ‘હવે અમારું શું?’ તેમને દંપતીને જણાવ્યું હતું કે અમારો(પોલીસનો) વહિવટ નહિ કરો તો તમારા પતિ વિરૂધ્ધ વ્યાજ વટાવનો ગુનો દાખલ કરાવશું. તેમ કહી મહિલા એએસઆઈ એ દંપતી પાસેથી ૧ લાખ રૂપિયા માંગ્યા હતાં. દંપતી દ્વારા કરવામાં આવેલી રકઝકને અંતે મહિલા એએસઆઈ એ ૨૫ હજારમાં વાત નક્કી કરી હતી. એ પૈકી ૧૦ હજાર અગાઉ લઇ લેવાયા બાદ આજે બાકીના ૧૫ હજાર સ્વીકારતી વખતે એસીબીની ટીમે મહિલા એએસઆઈ અને તેમના સાથીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં.

આ મુદ્દા વિશે એક એસીબી ડીવાયએસપી ડી પી ચુડાસમાએ રિપોર્ટરોને જણાવ્યા માહિતીઓ આપી હતી કે,

એસીબીના દરોડા, મહિલા એએસઆઈ સહીત ૩ લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

આ મુદ્દા પેટે અરજદાર મહિલાએ રૂ. ૧૦ હજાર અગાઉ આપી દીધા હતાં. આ પછી તે પૈસા આપી શકે તેમ ન હોઇ આથી તેણે એસીબીમાં જાણ કરી અને તેમની સહાય માંગી હતી. એસીબીના ઇન્ચાર્જ ડીવાયએસપી કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.આઇ. સી. જે. સુરેજા તથા સ્ટાફે આજે યુનિવર્સિટી પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયા મુજબ અરજદાર મહિલાએ
એએસઆઇ ભાવનાબેનને ૧૫ હજાર રૂપિયા ઇન્વે રૂમમાં આપ્યા હતાં. આ રકમ ભાવનાબેને રાઇટર ગોવિંદભાઇ ગજીયાને આપી હતી અને ગોવિંદભાઇએ આ રકમ ચા વાળા બીજલ દેવશીભાઇ ગમારાને સાચવવા આપી હતી. આ તમામ ગતિવિધી એસીબીની વોચ હેઠળ થઇ હોઇ આથી ત્રણેય સામે ગુનો નોંધી રંગેહાથ ઝડપી લીધા હતાં.