Not Set/ રાજકોટ જિલ્લો કોરોનાનો ગઢ બન્યો, સંક્રમિતોની સંખ્યા 16 હજારને પાર

રાજકોટ જિલ્લામાં કોરોનાનો આંક 10,882 પર પહોંચી ગયો છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 16,000 ને પાર થઇ છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓનાં મોત કોરોનાનાં કારણે નિપજ્યા છે. રાજકોટની ખાનગી તેમજ સરકારી મળીને અલગ-અલગ હોસ્પિટલોમાં 708 […]

Breaking News
sss 72 રાજકોટ જિલ્લો કોરોનાનો ગઢ બન્યો, સંક્રમિતોની સંખ્યા 16 હજારને પાર

રાજકોટ જિલ્લામાં કોરોનાનો આંક 10,882 પર પહોંચી ગયો છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 16,000 ને પાર થઇ છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓનાં મોત કોરોનાનાં કારણે નિપજ્યા છે.

રાજકોટની ખાનગી તેમજ સરકારી મળીને અલગ-અલગ હોસ્પિટલોમાં 708 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગઈકાલે 80 દર્દીઓ ઠીક થઇ જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાનાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 16,025 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 129 દર્દીઓનાં મોત કોરોનાનાં કારણે થયા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે જેમાં દિવસ દરમિયાન શહેરી વિસ્તારમાં નવા 96 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવા 53 કેસ નોંધવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…