Not Set/ #રાજકોટ લોક મેળો: રાઇડવાળા સામે તંત્ર ઘૂંટણીએ, જોખમની જવાબદારી કોની?

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા મેળાનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યુ છે. જેન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતું હોવાના કારણે તમામ પ્રકારની ખાતરી અને ચોકસાઇનું ધ્યાન રાખવામાં આવે છે. મેળો માણવા આવતા અને મેળામાં રાઇડસનો લુફ્ત ઉઠાવતા તમામ લોકોની સુરક્ષાની જવાબદારી તંત્રની જ હોય છે. પરંતુ […]

Top Stories Rajkot Gujarat
ride.jpg1 #રાજકોટ લોક મેળો: રાઇડવાળા સામે તંત્ર ઘૂંટણીએ, જોખમની જવાબદારી કોની?

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા મેળાનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યુ છે. જેન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતું હોવાના કારણે તમામ પ્રકારની ખાતરી અને ચોકસાઇનું ધ્યાન રાખવામાં આવે છે. મેળો માણવા આવતા અને મેળામાં રાઇડસનો લુફ્ત ઉઠાવતા તમામ લોકોની સુરક્ષાની જવાબદારી તંત્રની જ હોય છે.

ride #રાજકોટ લોક મેળો: રાઇડવાળા સામે તંત્ર ઘૂંટણીએ, જોખમની જવાબદારી કોની?
પ્રતિકાત્મક ફોટો

પરંતુ આ વખતે રાઈડ સંચાલકોની જીદ સામે તંત્ર ઘૂંટણીએ પડ્યુ છે. મેળામાં રાઈડ્સનાં સુરક્ષાનાં ધોરણો હળવા કરવામાં આવ્યા છે. યાંત્રિક રાઈડ્સનાં ડ્રાઇવરનાં સર્ટિફિકેટને બદલે હવે ફક્ત સોગંધનામું કરવામાં આવશે. તો રાઇડનાં રીસ્કને ધ્યાને લેવામાં આવે તો હજુ સુધી તંત્ર પાસે એક પણ ફિટનેસ સર્ટિફિકેટ માટે અરજી હાલ સુધી આવી નથી.

ride.jpg3 #રાજકોટ લોક મેળો: રાઇડવાળા સામે તંત્ર ઘૂંટણીએ, જોખમની જવાબદારી કોની?

આપને જણાવી દઇએ કે હાલમાં જ અમદાવાદનાં કાંકરીયા તળાવ પરની રાઇડ ટુંટી પડી હતી અને બે લોકોનાં મોત થયા હતા, રાઇડમાં કોઇ પણ પ્રકારનાં ફિટનેશ સર્ટિફિકેશન સામે આવ્યા ન હતા અને અનેક પ્રકારની તંત્રની ખામીઓ બહાર આવી હતી. ત્યારે દાખલો સામે જ હોવા છતા પણ રાજકોટ તંત્ર દ્વારા આવી રીતે ધારાઘોરણોને નેવેે મુકી નિયમોને થોડાક ફાયદા માટે હળવા કરી દેવામાં આવતા, જો કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે પણ જાહેરનામામાં બહાર પાડવું જોઇએ, તેવી લોકોમાં માગણી ઉઠી રહી છે.

ride4 #રાજકોટ લોક મેળો: રાઇડવાળા સામે તંત્ર ઘૂંટણીએ, જોખમની જવાબદારી કોની?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.