Not Set/ ડુંગળી/ રીટેલ ભાવમાં ભડકો, છતાંય ખેડૂતને દાઝ્યા પર ડામ, ખરીદ કિમતમાં 50%નો ઘટાડો

હાલના સમયમાં ડુંગળીના ભાવ સફરજન ને આંબી ગયા છે. ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ગૃહિણી માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ૨ દિવસ થી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.  ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ૫૦ % ભાવ ઘટાડો નોંધાયો. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઇ છે. […]

Rajkot Gujarat
gandhinagar 9 ડુંગળી/ રીટેલ ભાવમાં ભડકો, છતાંય ખેડૂતને દાઝ્યા પર ડામ, ખરીદ કિમતમાં 50%નો ઘટાડો

હાલના સમયમાં ડુંગળીના ભાવ સફરજન ને આંબી ગયા છે. ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ગૃહિણી માટે સારા સમાચાર છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ૨ દિવસ થી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.  ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ૫૦ % ભાવ ઘટાડો નોંધાયો. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઇ છે.

ત્યારે આજે હરાજીનો ભાવ રૂ. ૬૦૦-૧૧૫૦ હતા. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મજૂ વળ્યું ત્યારે ૫૦% ભાવ ઘટાડાથી ગૃહણીઓમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા થોડા સમયથી ડુંગળીનો ભાવ વધતા સડક થી સંસદ સુધી ચર્ચાએ વેગ પકડી હતી.

૫૦ % ઘટાડા ને લઈને હાલ જે રસોડાનું બજેટ ખોરવાઈ ગયું હતું એ નિયંત્રણમાં આવ્યું છે. મંતવ્ય સાથે વાત કરતા ખેડૂતોએ પોતાની વ્યથા રજુ કરતા કહ્યું કે, ભાવ ઘટાડાથી ગૃહણીઓને લાભ થાય છે જે સૌ જોવે છે, પણ ખેડૂતો ને હાલત કથળતી જાય છે.

ડુંગળી નો ભાવ ૨૦૦૦-૨૨૦૦ રૂપિયા હતા, ત્યારે આજે એ ભાવ ૫૦ % ઘટવાથી તેઓ ચિંતા માં મુકાયા છે. હરાજી માટે તેઓ રવિવારના રોજ ડુંગળી લાવ્યા હતા. પણ તેની હરાજી આજે થાય છે જે અયોગ્ય છે. માટે સરકાર આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.