Rajkot Gaming Zone Fire/ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો, સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવાયો

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવાયો છે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા ભૂતપૂર્વ ટીપીઓ છે. તેમને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સાગઠિયાનો જેલમાંથી કબ્જો લેવાયો છે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠિયા ભૂતપૂર્વ ટીપીઓ છે. તેમને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેમની સામે નકલી મિનિટ્સ બૂક બનાવ્યાનો ગુનો નોંધાયો હતો. અગાઉના ગુનામાં ધકેલાયા બાદ સોમવારે પોલીસે જેલમાંથી સાગઠિયાનો કબ્જો મેળવ્યો હતો.

નકલી મિનિટ્સ બૂક બનાવવાના ગુનામાં રીમાન્ડ પર રહેલા એટીપીઓ રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરીની પણ પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી છે. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ RMCની TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પણ SIT ટીમ બધા જ પુરાવા એકત્ર કરી તપાસ કરી રહી છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ શું હતી ?

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 27 લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા.આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ સિસ્ટમ પણ ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા

આ પણ વાંચો: આજે ગાંધીનગરને મળશે નવા મહિલા મેયર

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં 150 કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી