OMG!/ મંચ પર ભાષણ આપી રહેલા રાજ્પાલને શખ્સે જાહેરમાં માર્યો થપ્પડ, Video

ઈરાનમાં, એક ગવર્નરને ત્યાંના સ્થાનિક નેતા દ્વારા મંચ પર જાહેરમાં થપ્પડ મારવામાં આવ્યો હતો. આ નેતા પોતાની પત્નીને પુરૂષ ડૉક્ટર પાસેથી કોવિડની રસી અપાવવા પર ગુસ્સે હતો.

World
સ્ટેજ પર રાજ્પાલને થપ્પડ

એક ઘટના સામે આવી છે જ્યાં એક પ્રાંતનાં ગવર્નર તેમના શપથ ગ્રહણમાં સામેલ થયા હતા અને ત્યાં તેમને એક વ્યક્તિનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે અચાનક એક વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને તેમને થપ્પડ મારી દીધો. આ પછી પણ, તે રોકાયો નહી અને તેમની સાથે મારામારી કરવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો – બફાટ / વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમવાર પાકિસ્તાનની જીત પર પાક.મંત્રીએ ઓક્યું ઝેર,ક્રિકેટની જીતને ઇસ્લામની જીત ગણાવી

ઈરાનમાં, એક ગવર્નરને ત્યાંના સ્થાનિક નેતા દ્વારા મંચ પર જાહેરમાં થપ્પડ મારવામાં આવ્યો હતો. આ નેતા પોતાની પત્નીને પુરૂષ ડૉક્ટર પાસેથી કોવિડની રસી અપાવવા પર ગુસ્સે હતો. ઈરાનનાં ગવર્નર હુમલા સમયે સ્ટેજ પર એક ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી નેતા સ્ટેજ પર ચઢી ગયા અને ભાષણ આપી રહેલા રાજ્યપાલ પર હાથ ચાલાકી કરી હતી. રાજ્યપાલ પર હુમલો જોઈને સુરક્ષાકર્મીઓ એક્શનમાં આવી ગયા અને મંચ પર જ નેતાને પકડી લીધા હતા. ઈરાનની સરકારી પર્સિયા ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પૂર્વ અઝરબૈજાન પ્રાંતનાં ગવર્નર અબેદિન ખોરમને એક સમારોહ દરમિયાન સશસ્ત્ર દળોનાં સભ્ય દ્વારા થપ્પડ મારવામાં આવ્યો હતો. ખોરમ ઈરાનની આર્મી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નાં પ્રાંતીય કમાન્ડર રહી ચૂક્યા છે. ગવર્નર બનતા પહેલા સીરિયન વિદ્રોહી દળો દ્વારા તેનું કથિત અપહરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – એલિયન્સના ખોલશે રહસ્ય / એલિયન્સના રહસ્ય ખોલી શકે છે દુનિયાનું સૌથી મોટુ ટેલિસ્કોપ,ચીનની ટેકનોલોજી પર નિષ્ણાંતોને ભરોસો

રાજ્યપાલ ખોરમ તેમના ઉદઘાટન સંબોધન માટે બોલવા માટે મંચ પર ભાષણ આપી રહ્યા હતા. એ જ સમયે આ નેતા મંચ પર ચઢી ગયા અને જાહેરમાં રાજ્યપાલને થપ્પડ મારી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ નેતાની આ હરકતથી ત્યા હાજર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. પોડિયમ પરનો માઈક્રોફોને માત્ર થપ્પડનો અવાજ જ નહીં, પણ બન્ને વચ્ચેનાં શબ્દોની આપ-લે, સમગ્ર સ્થળ પર પ્રસારિત કરે છે. અચાનક થયેલી આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓ ત્યા આવીને નેતાને ત્યાથી લઇ ગયા હતા અને આ ઘટનાનો અંત લાવ્યો હતો.