Not Set/ બોલિવુડની કોન્સ્ટ્રોવર્સી ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતનું નવુ નાટક શરૂ, હવે આ ફોટો કર્યો શેર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત આજે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં ચાલી રહેલી ચર્ચામાં સામે આવી રહ્યુ છે કે રાખી સાવંત ગર્ભવતી છે. રાખી સાવંતે હવે એક નવો ડ્રામા શરૂ કર્યો છે. રાખીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આવી તસવીર શેર કરી છે જે ઘણી વાયરલ થઈ રહી છે અને ત્યારબાદ […]

Uncategorized
rakhi sawant shared a picture users said pregnancy drama starts after marriage amazing mind is 279163 બોલિવુડની કોન્સ્ટ્રોવર્સી ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતનું નવુ નાટક શરૂ, હવે આ ફોટો કર્યો શેર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત આજે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં ચાલી રહેલી ચર્ચામાં સામે આવી રહ્યુ છે કે રાખી સાવંત ગર્ભવતી છે. રાખી સાવંતે હવે એક નવો ડ્રામા શરૂ કર્યો છે. રાખીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આવી તસવીર શેર કરી છે જે ઘણી વાયરલ થઈ રહી છે અને ત્યારબાદ લોકોએ રાખીને પૂછવાનું શરૂ કર્યું છે કે શું તે ગર્ભવતી છે?

રાખી સાવંતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં એક માતા એક બાળકી સાથે જોવા મળી રહી છે. જોકે, રાખીએ આ પોસ્ટ પર કોઈ કેપ્શન આપ્યું નથી. જો કે આ ફોટો શેર કર્યા બાદથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં લગ્ન કરનાર રાખી સાવંત ગર્ભવતી છે. આ પોસ્ટ પછી, રાખીનાં ચાહકોએ આ પોસ્ટ પર ટિપ્પણી કરી રાખી સાવંતને પૂછે છે કે તે ગર્ભવતી છે? જો કે, એવા ઘણા યૂઝર્સ છે જેમણે રાખીની ગર્ભાવસ્થા વિશે પૂરો વિશ્વાસ નથી, પરંતુ તેઓ રાખીની પ્રેગનન્સીનાં સમાચારને પબ્લિસિટી સ્ટંટ માની રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા રાખી સાવંતે દાવો કર્યો હતો કે, તેણે ગુપ્ત રીતે મુંબઈની જેડડબ્લ્યુ મેરીઓટ હોટલમાં લગ્ન કર્યાં છે. આ ગુપ્ત લગ્નમાં દંપતીનાં પરિવાર સિવાય 4-5 મહેમાનો હાજર રહ્યા હતા. શરૂઆતમાં, આ ગુપ્ત લગ્નને રાખીએ લગ્ન સમારંભનો ફોટોશૂટ ગણાવ્યો હતો, પરંતુ બાદમાં એનઆરઆઈ ઉદ્યોગપતિ સાથેનાં લગ્નનો ખુલાસો કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. રાખી સાવંતનાં પતિનું નામ રિતેશ હોવાનુ સામે આવ્યુ છે.

રાખી સાવંતે હજી સુધી તેના પતિ વિશે વધારે માહિતી આપી નથી. રાખીનાં પતિનો કોઈ ફોટો હજી બહાર આવ્યો નથી. જ્યારે રાખી સાવંતે અગાઉ તેના હનીમૂનની તસવીરો શેર કરી હતી, જેમાં રાખી સાવંતની માંગ ભરેલી છે અને મહેંદી તેના હાથમાં છે. આ સાથે જ તેણે બીજી એક તસવીર પોસ્ટ કરી હતી. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, રાખીનાં ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. આ લુક સાથે તેણે જ્વેલરી અને લાલ બંગડીઓ અને માંગબેદી સાથે મંગલસુત્ર પહેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.