Ram Mandir Pran Pratishtha/ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સમારોહની ભવ્ય ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળી શકશે

આજે 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું આજે અવધમાં આગમન થશે.

Top Stories India
Mantay 96 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સમારોહની ભવ્ય ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળી શકશે

અયોધ્યા :  આજે 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું આજે અવધમાં આગમન થશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે દેશના ખૂણે-ખૂણેથી આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં હાજરી આપવા આજે રામ ભક્તો અયોધ્યા પંહોચ્યા છે. પરંતુ જે લોકો અયોધ્યા ના જઈ શકયા હોય તેમણે અફસોસ ના કરવો. કેન્દ્ર સરકાર દ્વારા રામ ભક્તોની ઇચ્છા પૂર્ણ કરવા કાર્યક્રમની ઉજવણી લાઈવ સ્ટ્રીમ કરી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સમારોહની ભવ્ય ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળી શકશે.

content image 333ec5ec 1ea5 4f46 84e5 f389fe20511e રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સમારોહની ભવ્ય ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળી શકશે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું દૂરદર્શનની તમામ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન ચેનલ દ્વારા અયોધ્યામાં 40 કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સમારોહ 4K વીડિયો ક્વોલિટીમાં ટેલિકાસ્ટ થશે. તેમજ પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સોશિયલ મીડિયા સહિત વિવિધ સત્તાવાર માધ્યમો દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ પણ કરશે.

તમે તમારા મોબાઈલથી લાઈવ સ્ટ્રીમ કરી શકો છો-

લાઈવ સ્ટ્રીમ માટે ક્લિક કરો – https://www.youtube.com/watch?v=mnUCK0B53E0

તમે NDTV પર લાઈવ સ્ટ્રીમ જોઈ શકો છો – https://www.youtube.com/watch?v=HkBbHpa1_Hk

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિનોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી આ સમારોહના મુખ્ય યજમાન છે. તેમજ આમંત્રિત ખાસ મહેમાનો પણ અયોધ્યા પંહોચી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દરેક જણ હાજરી આપી શકશે નહીં. આ કાર્યક્રમ તમે તમારા ટીવી, મોબાઈલ, લેપટોપ પર લાઈવ ( રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ સ્ટ્રીમ) જોઈ શકો છો. કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવા માટે 22 જાન્યુઆરીએ કેન્દ્રીય કર્મચારીઓ અને દેશભરની શાળાઓ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે.

Capture 4 2 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: શ્રદ્ધાળુઓ ઘરે બેઠા સમારોહની ભવ્ય ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળી શકશે

આજે અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે. ઉત્તરપ્રદેશમાં વિશેષ સુરક્ષા વચ્ચે આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે. પીએમ મોદી અને સીએમ યોગી દ્વારા અયોધ્યામાં આજના સમારોહમાં હાજરી આપવાના બદલે શ્રદ્ધાળુઓને ઘરે રહી મંત્ર જાપ અને દીવા કરવાની અપીલ કરી છે. શ્રદ્ધાળુઓ 22 જાન્યુઆરી પછી ગમે ત્યારે રામ મંદિરની મુલાકાત લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!