મોડલ અને અભિનેત્રી મરીના કુંવરે પણ રામ રહિમ સામે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલ ગુરમીત રામ રહિમ સામે નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. મરીનાનું કહેવુ છે કે રામ રહિમે તેને ફિલ્મની ઓફર કરી હતી અને ત્યારબાદ રામ રહિમે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરવાના બહાને પોતાના નિવાસ સ્થાને બોલાવી હતી અને ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કરવાના બહાને તે પોતાના બેડરુમમાં લઈ ગયો હતો.

મરીનાનું કહેવુ છે કે રામ રહિમ ત્યારે ખૂબ જ નશામાં હતો અને તેની ગુફામાં કોકીન અને ડ્રગ્સના પેકેટ પણ પડ્યા હતા.જો કે મોડલ મરીનાએ હનીપ્રિત અંગે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા છે તેણે કહયુ કે, રામ રહિમ મારી સાથે નિકટતા વધારવાનો પ્રયત્ન કરતો હતો, જે હનીપ્રિતને પસંદ નહતું. જેથી તે મારા બોયફ્રેન્ડને ફોન કરીને ધમકીઓ આપતી હતી. મોડલે વધુમાં જણાવ્યુ છે કે રામ રહિમના ઈરાદા યોગ્ય ન લાગતા અંતે મેં તેમની સાથે ફિલ્મ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો.
