Rameshwaram Cafe/ રામેશ્વરમ! ભારતનું એક એવું કેફે જે 1 વર્ષમાં 50 કરોડની કરે છે કમાણી, જાણો શું છે સફળતાની કહાની

ભારતમાં એક એવું કાફે છે જે 10×10 સ્ક્વેર ફૂટમાં બનેલ છે અને તેની દુકાનની રોજની કમાણી કરોડો રૂપિયા છે. હા, તમને આશ્ચર્ય થયું? પરંતુ તે સાચું છે. આવો જાણીએ આ કેફે વિશે…

Trending Business
રામેશ્વરમ કેફે

જો તમે તમારી નોકરી સિવાય તમારું પોતાનું કંઈક નવું સ્ટાર્ટઅપ કરવા માગતા હોવ તો ચિંતા કરશો નહીં, આજે અમે તમને પ્રોત્સાહિત કરવા માટે એક નવી સક્સેસ સ્ટોરી લઈને આવ્યા છીએ, જેના વિશે વાંચીને તમને બિઝનેસ કરવામાં વધુ હિંમત મળશે. અત્યાર સુધી તમે ઘણી સફળતાની વાતો સાંભળી કે વાંચી હશે, અમે તમારા માટે આવી જ એક વાર્તા લઈને આવ્યા છીએ. આપને જણાવી દઈએ કે ભારતમાં એક એવું કાફે છે જે 10×10 સ્ક્વેર ફૂટમાં બનેલ છે અને તેની દુકાનની રોજની કમાણી કરોડો રૂપિયા છે. હા, તમને આશ્ચર્ય થયું? પરંતુ તે સાચું છે. આવો જાણીએ આ કેફે વિશે…

દરરોજ 7500 ઓર્ડર

વાસ્તવમાં અમે જે કેફે વિશે વાત કરી રહ્યા છીએ તે બેંગ્લોરનું લોકપ્રિય રામેશ્વરમ કેફે છે. જાણકારી માટે આપને જણાવી દઈએ કે આ કેફે બેંગ્લોરના ઈન્દિરા નગરમાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ કેફે એક વર્ષમાં 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. B2B માર્કેટપ્લેસ ઉડાનના સહ-સ્થાપક સુજીત કુમારે તાજેતરમાં પોડકાસ્ટમાં કેફે વિશે કેટલીક ચોંકાવનારી વિગતો શેર કરી છે. તેણે કહ્યું, ‘જો તમે રામેશ્વરમ કાફેને જુઓ તો રેસ્ટોરન્ટને દરરોજ 7500 ઓર્ડર મળે છે.

એક વર્ષમાં 50 કરોડની કરી કમાણી

આપને જાણવી દઈએ કે, આ કેફે 10×10 અથવા 10×15 સ્ક્વેર ફીટ છે. આ કાફે એક મહિનામાં 4.5 કરોડ રૂપિયા અને વર્ષમાં 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. અહીં દરરોજ તેઓને 7500 ઓર્ડરની ડિલિવરી મળે છે. આ એક ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) આઉટલેટ છે. વાસ્તવમાં રામેશ્વરમ કેફેના માલિકે સ્થાનિક બજારમાં ગેપને ઓળખવાનો પ્રયાસ કર્યો. આ પછી રામેશ્વરમ કાફેએ એવા વિસ્તારો શોધવાનું શરૂ કર્યું જ્યાં દક્ષિણ ભારતીય જગ્યા પર કોઈ QSR બ્રાન્ડ નથી, ત્યારબાદ તેઓએ તે ત્રણ સ્થળોએ રેસ્ટોરન્ટ શરૂ કરી.

સોશિયલ મીડિયા પર સક્રિય

આપને જણાવી દઈએ કે જો તમે ઈન્સ્ટાગ્રામ પર રામેશ્વરમ કેફેનું લોકેશન જુઓ તો તમને ત્યાં 1000 થી વધુ તસવીરો જોવા મળશે. દરરોજ, ગ્રાહકો રામેશ્વરમ કાફેમાં ફોટોગ્રાફી કરેછે અને Instagram અને Twitter પર શેર કરે છે. એટલું જ નહીં પરંતુ તે ગ્રાહકોને આકર્ષવા અને તેના માટે જૂના ગ્રાહકોને બોલાવવા માટે પૂરતું છે.

આ પણ વાંચો:એલન મસ્કે ટ્વિટરના CEO પદ પરથી આપ્યું રાજીનામું,આ બની શકે છે ઉત્તરાધિકારી

આ પણ વાંચો:સાપ્તાહિક એક્સપાયરીના અંતે બજાર સામાન્ય ઘટીને બંધ આવ્યું

આ પણ વાંચો:ભારત પેના સંસ્થાપક અશ્નીર ગ્રોવર વિરુદ્ધ દિલ્હી પોલીસે નોંધી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:કોણ છે 35 હજાર કરોડનો માલિક! બેંકોમાં પડેલી આ ‘દાવા વગરની’ રકમ માટે નથી મળી રહ્યો દાવેદાર

આ પણ વાંચો:બેન્કના લોકરમાં હવે રોકડ નહી રાખી શકો, રિઝર્વ બેન્કે લોકરના નિયમોમાં કર્યો ફેરફાર