‘વાડે જ ચીભડાં ગળ્યા’, અને હવે ‘પાડા ના વાંકે પખાલીને ડામ’ જેવો ઘાટ અરવલ્લી દારૂ કેસમાં થયો છે. અરવલ્લી મોડાસા LCB દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂની જ હેરાફેરી કરતો કિસ્સો થોડા સમય પહેલા પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં મોડાસા LCBના આરોપી PI આર કે પરમાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર રેન્જ આઈજી PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ સગેવગે મામલે PI પરમાર સહિત 4 કર્મી વિરુદ્ધ ગુનો નોધાયો હતો. ફરિયાદ બાદ PI પરમાર ભૂગર્ભ માં ઉતરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જીલ્લા પોલીસ HOની કચેરીમાં પાછળના ભાગેથી આઈસરમાં દારુ ભરવામાં આવ્યો હતો. જો કે આ દારૂ જીલ્લા LCB દ્વારા જપ્ત કરવામાં આવેલો સરકારી અમાનત હતી. જેને સ્થાનિક મળતિયા પોલીસકર્મી દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી હતી. આઇસરમાં લઇ જવામાં આવેલો દારુ પાછળથી અન્ય પોલીસ કર્મીના સગાની કારમાં સિફટ કરવામાં આવ્યો હતો.
મનસુખ હિરેન મૃત્યુ કેસ / NIA ટીમ વાજેને લઇ પહોચી મીઠી નદી, જાણો શું-શું હાથ લાગ્યું નદીમાંથી ?
મહારાષ્ટ્ર / ‘સામના’માં સંજય રાઉતના લેખ ઉપર બગડ્યા અજિત પવાર, કહ્યું- સમસ્યા વધારવાનું કામ ન કરો
અહીં પોલીસ દ્વારા જ ઝડપી પાડવામાં આવેલા દારૂ પોલીસ દ્વારા જ સગેવગે કરવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે SP કચેરી પાછળથી આઇસરમાં ભરવામાં આવેલો દારૂ પોલીસ સગાની કારમાં ઉતારવામાં આવ્યો હતો. અને આ કાર ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોડાસા રૂરલ પોલીસે ખાડામાં પડેલી કારમાંથી દારૂ જપ્ત કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
