બોલીવુડ/ સાઉથના પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સાથે કામ કરશે રણવીર સિંહ, જાણો ફિલ્મની વધુ વિગતો

રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મોથી દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન ઉભું કરનાર અભિનેતા રણવીર સિંહ અત્યારે ખુબ ચર્ચામાં છે. આ ચર્ચાઓ પાછળનું કારણ એ છે કે, દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નિર્દેશક એસ. શંકરની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. હિન્દીમાં બનતી ફિલ્મનું શીર્ષક હજી સુધી નક્કી નથી થયું. આ ફિલ્મ પેન-ઇન્ડિયાના બેનર હેઠળ બનવામાં આવશે.આ ફિલ્મનું […]

Entertainment
Untitled 175 સાઉથના પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સાથે કામ કરશે રણવીર સિંહ, જાણો ફિલ્મની વધુ વિગતો

રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મોથી દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન ઉભું કરનાર અભિનેતા રણવીર સિંહ અત્યારે ખુબ ચર્ચામાં છે. આ ચર્ચાઓ પાછળનું કારણ એ છે કે, દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નિર્દેશક એસ. શંકરની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.

હિન્દીમાં બનતી ફિલ્મનું શીર્ષક હજી સુધી નક્કી નથી થયું. આ ફિલ્મ પેન-ઇન્ડિયાના બેનર હેઠળ બનવામાં આવશે.આ ફિલ્મનું શૂટ આગલા વર્ષની મધ્યમાં શરૂ થશે. આ વાતની જાણકારી રણવીર સિંહે ટ્વિટ કરી ને આપી હતી.

આ ફિલ્મ શંકરની 2005માં આવેલી સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ Anniyanની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં રણવીર સિંહ મલ્ટિપલ પર્સેનાલિટી ડિસઓડર બીમારીનો શિકાર હોય છે. જો તમે વિક્રમ અભિનીત ઓરિજિનલ ફિલ્મ જોય હોય તો તમને ખબર હશે કે તે આ બીમારીમાં ઘણા લોકોના ખુન કરી નાખે છે.