Surat News : સુરતમાં દુષકર્મનો નાસતો ફરતો આરોપી અંતે ચાર વર્ષે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. આ બનાવની વિગત મુજબ સુરતના દુષ્કર્મનો આરોપી સુરજ ઉર્ફે પ્રેમ સુરેશ છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. જેને પગલે પોલીસ તેને શોધી રહી હતી. બીજીતરફ ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે આરોપી સુરજને દિલ્હીથી ઝડપી લીધો હતો. આરોપી સુરજ પ્રેમ સુરજ 2020માં
ગોડદરા વિસ્તારમાં રહેતો હતો.
આ મહોલ્લામાં રહેતી એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જેમાં આરોપી સુરજ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાતા તે સગીરાને મુકીને ભાગી ગયો હતો. આરોપી સુરજે બે અલગ અલગ ઠેકાણે સગીરાને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, પોલીસથી બચવા માટે તે નાસતો ફરતો હતો.બીજીતરફ પોલીસના ડરથી તે દિલ્હી ભાગી ગયો હતો. દિલ્હીમાં તે લક્ષ્મીનગરમાં એક સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો, જોકે પોલીસને ચોક્કસ માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે તેને દિલ્હીથી ઝડપી લીધો હતો.
:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ
આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ
