રાજય માં કોરોનાના લીધે અનેક તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . જે અંતર્ગત આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા ૧૪૪ ની કલમ સાથે નીકળશે. ત્યારે સુરતમાં છેલ્લા 27 વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથની પારંપરિક રથયાત્રા નીકળી નોહતી,આ વર્ષે પણ નીકળી શકશે નહિ . રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને લઈને અસમંજસ જોવા મળી રહી છે. જોકે છેલ્લા સમયે રથયાત્રા મોરાભાગળથી શરૂઆત કરવાનું કહેતા મંદિરના મહંત દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. .
સુરતમાં સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામા આવતી હોય છે. છેલ્લા 27 વર્ષથી આ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા સુરત રેલવે સ્ટેશનથી કાઢવામાં આવતી હોય છે. થયાત્રા પાલનપુર પાટિયાથી કાઢવાનું કહેવામાં આવ્યું હતું. જે 3 કિલોમીટરનું અંતર હતું. જોકે એકાએક જ પોલીસ દ્વારા આ રથયાત્રા ટૂંકાવીને મોરાભાગળથી કાઢવાનું કહેવામાં આવ્યું છે. જે મંદિરથી માત્ર 5૦૦ મીટરનું અંતર થાય છે. જેથી મહંતો દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે તમામ ભક્તજનોને એવી પ્રાર્થના કરી છે કે તેઓ મંદિર પરિસરની અંદર આવી રથયાત્રાના દર્શન કરે અને તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
