INSIDE STORY/ જમીન પર બેસાડી પૂછપરછ કરતાં રવિ પુજારીએ હૈયાવરાળ ઠાલવી

રવિ પુજારીનું સ્ટેટમેન્ટ લેવાયું છે.ત્યારે બીજી તરફ રિમાન્ડ દરમિયાન જમીન પર બેસાડવા બાબતે રવિ પૂજારી એ ક્રાઈમ બ્રાન્ચને  દિલની વેદના ઠાલવી…

Ahmedabad Gujarat
a 437 જમીન પર બેસાડી પૂછપરછ કરતાં રવિ પુજારીએ હૈયાવરાળ ઠાલવી

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી ના રિમાન્ડ દરમિયાન સૂત્રોના હવાલેથી ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવે છે. જ્યાં તેણે ક્રાઇમ બ્રાન્ચની સામે હતાશ થઈને પોતાના દિલની હૈયાવરાળ ઠાલવી હતી. શું કહ્યું અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં.

આ પણ વાંચો :હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલન, સાંગ્લા ઘાટીમાં પુલ તૂટી પડતાં ૭ લોકોના મોત 

એક તરફ ક્રાઈમ બ્રાંચમાં રિમાન્ડ દરમિયાન વીડિયોગ્રાફી સાથે રવિ પુજારી નું સ્ટેટમેન્ટ લેવાયું છે.ત્યારે બીજી તરફ રિમાન્ડ દરમિયાન જમીન પર બેસાડવા બાબતે રવિ પૂજારી એ ક્રાઈમ બ્રાન્ચને  દિલની વેદના ઠાલવી હોવાનું સામે આવી છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ટ્રોગેશન દરમિયાન રવિ પુજારીએ કહ્યું હતું કે, “ભારતની પહેલી એવી બ્રાન્ચ છે જ્યાં મને જમીન પર બેસાડીને પૂછપરછ કરે છે.. અગાઉ જ્યાં પણ મારી પુછપરછ કરવામાં આવી છે ત્યાં મને ખુરશી કે સોફા પર બેસાડીને મારી પુછપરછ કરવામાં આવી છે..પણ આજે પહેલી વાર મને કોઈએ આટલો ખરાબ રીતે ટ્રીટ કરીને પૂછપરછ કરી છે”.

બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ ના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં રવિ પુજારીએ બોરસદ સહિત અન્ય ગુનાઓની  કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન અનેક નેતા અને અભિનેતાને ફોન પર ધમકી આપનાર રવિ પૂજારી ની નામાવલી બહાર આવી છે. રવિ પૂજારી પોલીસના ફોન ટ્રેસિંગમાં પોતાની ઓળખ છતી ન થાય તે માટે અલગ-અલગ ગ્રુપમાં  અલગ અલગ નામથી ઓળખાય છે.રવિ પૂજારીના જુદા-જુદા નામની વાત કરીએ તો એલેક્સ, રાજ, ટોની, રોકી,મનીષ, સુરજ અને એન્થોની ના નામથી રવિ પૂજારી ઓળખાય છે.  ધમકી આપવા માટે રવિ પૂજારી ડમી નંબરનો ઉપયોગ કરતો અને દુબઈના એક  વ્યક્તિના માધ્યમથી તે સોપારી લેતો હતો.જે લોકોને તેણે ફોન માધ્યમથી ધમકી આપી છે તે રેકોર્ડિંગની ખાતરી કરવા માટે રવિ પૂજારી ને વોઇસ સ્પેકટ્રોગ્રાફી માટે FSL લઈ જવામાં આવશે. જ્યાં રવિ પૂજારી ના અવાજ સાથે ટેલિફોનિક ધમકીના અવાજને મેચ કરીને હકીકત બહાર લાવવામાં આવશે.

આ પણ વાંચો :ડોમિનોઝ મીરાબાઈ ચાનુને આજીવન નિ: શુલ્ક પિઝા આપશે

બીજી બાજુ મંગળવારે રવિ પૂજારી ના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ફરધર રિમાન્ડની માંગ કરશે.. અને રવિ પૂજારી ના ગુજરાતના ખંડણી નેટવર્ક ને ખુલ્લો પાડવા ઘનિષ્ઠ તપાસ કરશે.

આ પણ વાંચો :કોરોના વાયરસનો ખાત્મો કરવાને લઈ AIIMS ના ડાયરેક્ટરે આપ્યું આ મોટું નિવેદન