Cricket/ ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન, બતાવ્યું કેમ છે ટીમ ઈન્ડિયાને તેની જરૂર

રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ભારત માટે એક મહાન ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે પરંતુ તેની બેટિંગ અને બોલિંગ હંમેશા વિદેશી ધરતી પર નબળી કડી સાબિત થઈ છે…

Sports
Makar 67 ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન, બતાવ્યું કેમ છે ટીમ ઈન્ડિયાને તેની જરૂર

રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ભારત માટે એક મહાન ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે પરંતુ તેની બેટિંગ અને બોલિંગ હંમેશા વિદેશી ધરતી પર નબળી કડી સાબિત થઈ છે. અહીં અમે ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં ભારતનાં દિગ્ગજ સ્પિનરો સામે પડકારો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક સમયથી જાડેજા બેટ્સમેન તરીકે વધુ પરિપક્વ બન્યો છે, જેણે તેની બોલિંગ પર સકારાત્મક અસર પણ દર્શાવી છે.

Watch - Ravindra Jadeja Hits Bullseyes To Run Out Steve Smith

જાડેજાની ફિટનેસ શ્રેષ્ઠ છે અને તે ફિલ્ડિંગનાં બાકીનાં ખેલાડીઓ કરતા વધુ સારો સાબિત થાય છે. આ ત્રણ ક્રિકેટિંગ પ્રતિભા જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન સાથે બતાવેલ છે. પ્રથમ મેચ બોક્સિંગ ડે ટેસ્ટ હતી જ્યારે તેણે રહાણે સાથે અડધી સદી ફટકારી હતી અને બોલિંગમાં ત્રણ વિકેટ પણ લીધી હતી. હવે જાડેજાએ સિડની ટેસ્ટ પર પ્રભુત્વ જમાવ્યું છે અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 338 રન પર સમેટાઇ ગઇ છે. બીજા દિવસે સિડની ટેસ્ટમાં ભારતનો આ યોગ્ય જવાબ છે, જેનો શ્રેય જાડેજાને જાય છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 166 રન બનાવ્યા હતા. ભલે બીજો દિવસ સ્ટીવ સ્મિથનાં નામે રહ્યો જેણે 131 રનોની ઇનિગ્સ રમીને કારકિર્દીની 27 મી સદી ફટકારી પરંતુ દિવસનાં અંતે તે રવિન્દ્ર જાડેજાની જ બુલેટ થ્રો પર આઉટ થયો, જ્યારે તે બીજો રન લેવા માંગતો હતો.

Ind vs Aus, 3rd Test: Jadeja, Bumrah bring India back in the game as Australia reach 249/5 at lunch

આ સિવાય આ દિવસ રવિન્દ્ર જાડેજાનો પણ હતો જેમણે બોલિંગમાં ચાર અને એક વિકેટ પોતાના ચોક્કસ થ્રો સાથે લીધી હતી જે સ્મિથની હતી. જાડેજા એક ઓલરાઉન્ડર તરીકે પરિવર્તિત થયો છે અને જો તે વધુ ત્રણ-ચાર વર્ષ સુધી રમે છે તો તેને ક્રિકેટ ઇતિહાસમાં સર્વકાલિન સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે નામ નોંધાઇ જશે. જાડેજા દ્વારા ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનાવનારો આ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બોલિંગનો આંકડો છે અને ઓવરસીઝમાં તેનો કુલ ત્રીજુ શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ પ્રદર્શન છે.

Cricket / ત્રીજી ટેસ્ટ મેચમાં એવુ તે શું થયુ કે મજાકનો પાત્ર બની રહ્યા…

Cricket / રાષ્ટ્રગાન સમયે ભાવુક થયો આ ખેલાડી, વીડિયો વાયરલ…

Sports / RCB ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી IPLમાં રમવાની તક આપ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો