IPL/ કોહલીનાં કેપ્ટનશિપમાંથી રાજીનામા બાદ RCB એ લીધો સૌથી મોટો નિર્ણય

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મંગળવારે ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરને આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝીનાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

Sports
RCB અને હેડ કોચ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 શરૂ થવામાં ઘણા મહિના બાકી છે અને તે પહેલા IPL મેગા ઓક્શન યોજાવાની છે. જોકે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મંગળવારે ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરને આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝીનાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

RCB Head Coach

આ પણ વાંચો – T20 World Cup / અંતિમ મેચમાં ભાવુક થયો કેપ્ટન કોહલી, સોશિયલ મીડિયામાં કહી પોતાના મનની વાત

આપને જણાવી દઇએ કે, બાંગર ન્યૂઝીલેન્ડનાં માઈક હેસનનું સ્થાન લેશે. જો કે, હેસન RCB સાથે તેમની વર્તમાન ક્રિકેટ ઓપરેશન્સ ડિરેક્ટરની ભૂમિકામાં ચાલુ રહેશે. હેસનને UAEમાં આયોજિત IPL 2021નાં બીજા તબક્કા માટે મુખ્ય કોચની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. જણાવી દઈએ કે, RCBને 14મી સીઝનમાં એલિમિનેટરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2021 નાં ​​અંતમાં વિરાટ કોહલીએ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યુ હોવાથી બાંગર પાસે હવે કામ કરવા માટે એક નવો કેપ્ટન હશે.

જો કે અહેવાલો સામે આવી રહ્યા છે, RCB આગામી મેગા હરાજીમાં તેમના નવા કેપ્ટનને શોધી શકે તેવી અપેક્ષા છે. હેસને તેના ટ્વિટર હેન્ડલ પર RCB દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં કહ્યું, ‘અમે આગામી બે વર્ષ માટે RCBનાં મુખ્ય કોચ તરીકે સંજય બાંગરને પસંદ કર્યા છે. સંજય મુખ્યત્વે બેટિંગ કોચ તરીકે ઓળખાય છે પરંતુ અલબત્ત અમને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અમે ચોક્કસપણે ભાગ્યશાળી છીએ કે સંજય અમારી સાથે RCBમાં છે અને અમે તેને મુખ્ય કોચ તરીકે પ્રમોટ કરીને ખુશ છીએ.”

આ પણ વાંચો – T20 World Cup / રવિ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો- ખેલાડીઓ પેટ્રોલથી નથી ચાલતા, તેમને આરામની જરૂર

બાંગરે પણ કોચનાં પદ માટે તેમનામાં વિશ્વાસ દર્શાવવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમણે હરાજી માટે વ્યૂહરચના બનાવવાનું શરૂ કર્યું છે અને કોચની સાથે સ્કાઉટિંગ ટીમો પણ નક્કી કરે છે કે આગામી સીઝન માટે તેઓએ કયા ખેલાડીઓને પસંદ કરવા જોઈએ. બાંગરે કહ્યું, “મારા પર વિશ્વાસ કરવા અને મને મુખ્ય કોચનું પદ સંભાળવાની તક આપવા બદલ હું RCB મેનેજમેન્ટનો આભાર માનું છું. હરાજી માટેની વ્યૂહરચના પર અમારું કામ શરૂ થઈ ગયું છે. હું દરેક RCB ચાહકોને ખાતરી આપું છું, અમે એક મજબૂત ફ્રેન્ચાઇઝી બનાવવા માટે તૈયાર છીએ અને અમે પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે ટીમ બનાવવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છીએ.