Not Set/ રેસીપી – આજે જ ડિનરમાં બનાવો કોકોનટ ભિંડા મસાલા

સામગ્રી 1 વાટકી ભિંડા (સમારેલા) 1/2 કપ નરિયળ( છીણેલું) 1 ડુંગળી(સમારેલી) 1 ટમેટા( સમારેલું) 1 ચમચી લસણ 1/2 ચમચી રાઈ 1/2 ચમચી મેથી દાણા 1/2 ચમચી હળદર 1/2 ચમચી લાલ મરી પાઉડર 1 ચમચી કાળા અડદની દાળ 1 ચમચી આખા ધાણા 2 સૂકી લાલ મરચાં 6-7 લીમડા 2 ચમચી આમલીનો પેસ્ટ મીઠું (સ્વાદઅનુસાર) તેલ (જરૂરતપ્રમાણે ) […]

Uncategorized
aaaaaaaaaaaaamahi 8 રેસીપી - આજે જ ડિનરમાં બનાવો કોકોનટ ભિંડા મસાલા

સામગ્રી

1 વાટકી ભિંડા (સમારેલા)

1/2 કપ નરિયળ( છીણેલું)

1 ડુંગળી(સમારેલી)

1 ટમેટા( સમારેલું)

1 ચમચી લસણ

1/2 ચમચી રાઈ

1/2 ચમચી મેથી દાણા

1/2 ચમચી હળદર

1/2 ચમચી લાલ મરી પાઉડર

1 ચમચી કાળા અડદની દાળ

1 ચમચી આખા ધાણા

2 સૂકી લાલ મરચાં

6-7 લીમડા

2 ચમચી આમલીનો પેસ્ટ

મીઠું (સ્વાદઅનુસાર)

તેલ (જરૂરતપ્રમાણે )

પાણી (જરૂરતપ્રમાણે)

બનાવવાની રીતે

પહેલા તો મધ્યમ તાપ પર પેનમાં તેલ ગરમ કરો. પછી તેમાં રાઈ, મેથી દાણા અને કાળી અડદની દાળ નાખી થોડી વાર સુધી શેકવા દો.ત્યારે પછી તેમાં આખા ધાણા, સૂકા લાલ મરચાં અને મીઠું નાખી સારી રીતે સાતળી લો.

એ થઈ જાય એટલે તેમાં લીમડા અને નારિયળ નાખી શેકવું અને તાપ બંદ કરી નાખો. ત્યારે બાદ એક મિક્સરમાં નાખી આમલીના પેસ્ટની સાથે વાટી લો.

પછી મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરી લો. પછી તેમાં ડુંગળી અને લસણ નાખી  સંતાળો. પછી ટમેટા નાખી 2-3 મિનિટ સંતાળવું. પછી તેમાં ભિંડા નાખો અને સારી રીતે મિક્સ કરો.

શાકને ઢાકીને આશરે 5 મિનિટ સુધી રાંધવું. પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચા પાઉડર, મીઠું અને વાટેલું પેસ્ટ નાખી મિકસ કરો. થોડું પાણી નાખી તેને ઢાકીને ફરીથી 5 મિનિટ સુધી રાંધવું અને તાપ બંદ કરી નાખો.

તૈયાર છે કોકોનટ ભિંડા મસાલા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.