Not Set/ વ્રતમાં પણ માણી શકો પીઝાની મજા, ઘરે બનાવો ફરાળી પીઝા

સામગ્રી 500 ગ્રામ બટાકા 50 ગ્રામ મોરિયાનો લોટ 250 ગ્રામ દૂધી 50 ગ્રામ કોપરાનું ખમણ 1 ટીસ્પૂન તલ 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ઝૂડી લીલા ધાણા 1 લીંબુ 25 ગ્રામ માખણ મીઠું તેલ તજ લવિંગ ખાંડ મરચું બનવાની રીત સૌપ્રથમ સિંગદાણા,લીલાં મરચાં, આદું, મીઠું અને લીલા ધાણા નાંખી ચટણી વટવી. થોડો લીંબુનો રસ નાંખવો. પછી […]

Uncategorized
aaae 6 વ્રતમાં પણ માણી શકો પીઝાની મજા, ઘરે બનાવો ફરાળી પીઝા

સામગ્રી

500 ગ્રામ બટાકા

50 ગ્રામ મોરિયાનો લોટ

250 ગ્રામ દૂધી

50 ગ્રામ કોપરાનું ખમણ

1 ટીસ્પૂન તલ

1 ટીસ્પૂન ગરમ મસાલો

1 ઝૂડી લીલા ધાણા

1 લીંબુ

25 ગ્રામ માખણ

મીઠું

તેલ

તજ

લવિંગ

ખાંડ

મરચું

બનવાની રીત

સૌપ્રથમ સિંગદાણા,લીલાં મરચાં, આદું, મીઠું અને લીલા ધાણા નાંખી ચટણી વટવી. થોડો લીંબુનો રસ નાંખવો.

પછી દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, દૂધીનું છીણ વઘારવું. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી, તાપ ધીમો રાખવો. દૂધીનું છીણ બફાય એટલે તેમાં તલ ગરમ મસાલો, ખાંડ નાંખી, ઉતારી લીંબુનો રસ અને થોડા લીલા ધાણા નાંખવા.

પછી બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. પછી તેમાં મીઠું અને મોરિયાનો લોટ નાંખી મસળી કણક બાંધવી.

ત્યારબાદ બેકિંગ ડિશમાં તેલ લગાડી તેમાં બટાકાનો રોટલો બનાવો. તેના ઉપર ચટણી લગાડવી. ઉપર દૂધીનું છીણ પાથરી, ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા, ઉપર થોડી મરચાંની ભૂકી છાંટવી. ઉપર માખણનાં ટપકાં કરી, ઓવનમાં બેક કરી લેવું.

પીઝા બરાબર થઈ જાય એઠલે કાઢી દહીંની ચટણી સાથે સર્વ કરવા.