Not Set/ રેસીપી – ચોમાસાની સિઝનમાં ઘરે જ બનાવો ગરમા ગરમ મગની દાળના ભજીયા

સામગ્રી : 1 બાઉલ મગ ની દાળ 2 ચમચી લસન અને મરચાંની પેસ્ટ મીઠું (સ્વાદ અનુસાર) તેલ જરૂર મુજબ બનાવવાની રીત સૌથી પહેલા મગની દાળને સાફ પાણી વડે ધોઈ લો. ત્યાર પછી આ દાળ માથી પાણીને વ્યવસ્થિત રીતે નિતારીને તેને મિક્સરમા અધકચરી ક્રશ કરી લો. યાદ રાખવું કે આ દાળને વધુ પડતી બારીક ક્રશ ના […]

Uncategorized

સામગ્રી :

1 બાઉલ મગ ની દાળ

2 ચમચી લસન અને મરચાંની પેસ્ટ

મીઠું (સ્વાદ અનુસાર)

તેલ જરૂર મુજબ

બનાવવાની રીત

સૌથી પહેલા મગની દાળને સાફ પાણી વડે ધોઈ લો. ત્યાર પછી આ દાળ માથી પાણીને વ્યવસ્થિત રીતે નિતારીને તેને મિક્સરમા અધકચરી ક્રશ કરી લો. યાદ રાખવું કે આ દાળને વધુ પડતી બારીક ક્રશ ના કરવી નહિતર ભજીયા બનાવવામા સમસ્યા ઊભી થઈ શકે છે..

હવે આ અધકચરી દાળના મિશ્રણમા લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવી. ત્યાર બાદ આ પેસ્ટમા મીઠું નાખી આ મિશ્રણ વ્યવસ્થિત રીતે ચમ્મ્ચ વડે હલાવીને તૈયાર કરી લેવું.

ત્યાર બાદ એક કડાઈમા તેલ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં પેલા મિશ્રણની નાણાઈ નાની ગોળીઓ બનાવીને ઉમેરવી.

આ ગોળીઓ બંને સાઈડથી વ્યવસ્થિત રીતે તળાઈ જાય તેવી રીતે તળવી. આ ગોળીઓ આછા ભૂરા રંગની થાય એટલે તેને એક પ્લેટમા કાઢી લો..

તૈયાર છે સ્વાદિષ્ટ મગની દાળના ભજીયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.