Not Set/ રેસીપી – ચોમાસામાં ઘરે બનાવો ગરમા ગરમ મકાઇના દહીવડા

સામગ્રી 500 ગ્રામ મકાઇ 50 ગ્રામ ઘઉં નો લોટ 3-4 લીલા મરચાં, 1 ચમચી ખાંડ 1 ચમચી આમચૂર પાવડર 1 ચમચી તલ 1 ચમચી હિંગ 1 બાઉલ દહી 1 ચમચી લાલ મરચું પાવડર મીઠું (સ્વાદ અનુસાર) તેલ તળવા માટે 2 ચમચી દાડમ ના દાણા 1 ચમચી શેકેલા જીરા નો પાવડર કોથમીર ગળી ચટણી (સ્વાદ અનુસાર) […]

Uncategorized
aaaaaaaas 9 રેસીપી - ચોમાસામાં ઘરે બનાવો ગરમા ગરમ મકાઇના દહીવડા

સામગ્રી

500 ગ્રામ મકાઇ

50 ગ્રામ ઘઉં નો લોટ

3-4 લીલા મરચાં,

1 ચમચી ખાંડ

1 ચમચી આમચૂર પાવડર

1 ચમચી તલ

1 ચમચી હિંગ

1 બાઉલ દહી

1 ચમચી લાલ મરચું પાવડર

મીઠું (સ્વાદ અનુસાર)

તેલ તળવા માટે

2 ચમચી દાડમ ના દાણા

1 ચમચી શેકેલા જીરા નો પાવડર

કોથમીર

ગળી ચટણી (સ્વાદ અનુસાર)

બનાવવાની રીત

સૌપ્રથમ મકાઇને છીણી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ઘઉંનો લોટ અને અન્ય મસાલાઓ ઉમેરવા અને ખીરું તૈયાર કરી લેવું. આ ખીરું થોડું ઘટ્ટ હોવું જોઈએ જેથી તમે વ્યવસ્થિત વડા બનાવી શકો.

જો જરૂર પડે તો તમે આ ખીરામાં થોડી છાશ પણ ઉમેરી શકો છો.

હવે આ ખીરા માથી વડા તૈયાર કરી લો. વડા તૈયાર થઈ જાય એટલે તેને હૂંફાળા પાણી માં 2-3 મિનિટના સમયગાળા સુધી રાખવા અને ત્યાર બાદ બહાર કાઢી લેવા.

ત્યાર બાદ આ વડા ને એક પ્લેટ માં લઈને તેના પર ગળી ચટણી , દહી , જીરા પાવડર , લાલા મરચું પાવડર , દાડમ ના દાણા તથા કોથમીર વગેરે વસ્તુઓ ભભરાવીને તેને સર્વ કરવું.

લો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ મકાઇના દહીવડા.